Gujarat Exclusive > ગુજરાત > BREAKING: સી-પ્લેનની સુરક્ષાનું નિરીક્ષણ કરતાં પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવ

BREAKING: સી-પ્લેનની સુરક્ષાનું નિરીક્ષણ કરતાં પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવ

0
150

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમદાવાદથી સી-પ્લેન દ્વારા જવાના છે. આ સી-પ્લેનનો હાલમાં કેવડિયા-અમદાવાદ-કેવડિયા વચ્ચે ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ સી-પ્લેન હાલમાં આજની રાત્રિ અમદાવાદમાં રોકાવવાનું છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સી-પ્લેનની મુલાકાત લઈ તેની સુરક્ષાની ચકાસણી કરી હતી. તેની સાથે તેમણે સી-પ્લેનની સુરક્ષા માટે જવાનોને પણ ગોઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા અમદાવાદ-કેવડિયા-અમદાવાદ વચ્ચે તેના ટ્રાયલ રન થવાના છે. જો કે આ સી-પ્લેનની ટિકિટ અમદાવાદ-દિલ્હીના ભાડાં કરતાં પણ વધારે મોંઘી છે. breaking news gujarat