Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે જ કોરોના વાઈરસ આવ્યો, વૈજ્ઞાનિકોનો દાવો

ભારતમાં નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે જ કોરોના વાઈરસ આવ્યો, વૈજ્ઞાનિકોનો દાવો

0
360

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ 30-જાન્યુઆરીએ કેરળમાં સામે આવ્યો હતો. જો કે દેશના કેટલાક વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, ભારતમાં COVID-19 નવેમ્બર થી ડિસેમ્બરની વચ્ચે જ પગપેસારો કરી ચૂક્યો હતો. સાયન્સની ભાષમાં કહીએ તો, વાસ્તવમાં ઈન્ડિયન સ્ટ્રેનના મોસ્ટ રિસેન્ટ કૉમન એન્સેસ્ટર એટલે કે MRCA નવેમ્બર 2019થી જ ફેલાઈ રહ્યાં હતા. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, વુહાનના નોવેલ કોરોના વાઈરસ સ્ટ્રેનના પ્રથમ રૂપનો ફેલાવો ગત વર્ષે 11 ડિસેમ્બર સુધી રહ્યો.

MRCA સાયન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે, હજુ પણ તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનો જે સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે, તે 26-નવેમ્બરથી 25-ડિસેમ્બર વચ્ચે પેદા થયો હતો. જેની અંદાજિત તારીખ 11-ડિસેમ્બર માનવામાં આવે છે. જો કે શું 30-જાન્યુઆરીની પહેલા ચીનના મુસાફરો દ્વારા ભારતમાં કોરોના વાઈરસે પ્રવેશ કર્યો હતો? તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું, કારણ કે તે સમયે દેશમાં કોરોના ટેસ્ટિંગ મોટા પાયે નહતું થઈ રહ્યું.

હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મૉલિક્યૂલર બાયૉલોજી (CCMB)ના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, કેરળમાં મળેલા ભારતના પ્રથમ કોરોના પોઝિટિવ કેસનો સ્ટ્રેન વુહાન સાથે સંકળાયેલો હતો, પરંતુ હૈદરાબાદમાં કોરોનાના જે પ્રકારે નવા સ્ટ્રેનની શોધ થઈ છે, તેની મૂળ ચીન સાથે નહીં, પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયાના કોઈ દેશના છે. તેમણે જણાવ્યું કે, નવો સ્ટ્રેન ક્યા દેશમાં પેદા થયો? તેની જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકોએ દેશમાં Covid-19ના જે નવા સ્ટ્રેનની શોધ કરી છે, તે તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મોટા પાયે ફેલાઈ રહ્યો છે. બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ આજ નવો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે.

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોની CM રૂપાણી સાથે મુલાકાત, રાજકીય અટકળો તેજ