Gujarat Exclusive > The Exclusive > દિવાળી બાદ સ્કૂલઃ બાળકોની સુરક્ષા મામલે સંચાલકોએ હાથ અદ્ધર કરી દીધા

દિવાળી બાદ સ્કૂલઃ બાળકોની સુરક્ષા મામલે સંચાલકોએ હાથ અદ્ધર કરી દીધા

0
148
  • DEO સાથે વાલીઓ અને સંચાલકોની બેઠક યોજાઇ School reopen news
  • સ્કૂલ સંચાલકોને નિયમોના પાલન માટે સરકાર પાસેથી ખર્ચો જોઇએ

અમદાવાદ : ગુજરાતમાં હજી કોરોના કહેર યથાવત સ્થિતિએ જ છે. ત્યારે રાજ્યમાં કોરોના મહામારીમાં સ્કૂલો ક્યારે શરૂ કરવામાં આવશે તે મામલે હજુ અવઢવની સ્થિતિ ચાલી રહી છે. કારણ કે સ્કૂલ સંચાલકોએ શાળા શરૂ થાય તો બાળકોની સુરક્ષા અંગે હાથ ખંખરી દીધા છે અને સરકારની મદદ માંગી છે. School reopen news

નોંધનીય છે કે ગુજરાત સરકારે દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી. તેને પગલે રાજ્યમાં ફરીથી સ્કૂલો શરૂ કરવા મામલે સરકારની ગતિવિધિ તેજ પણ કરી. સોમવારે અમદાવાદ DEO સાથે વાલીઓની મહત્વની બેઠક યોજાઇ. જેમાં સ્કૂલ સંચાલકો અને વાલીઓના અભિપ્રાય લેવામાં આવ્યાં. તેમાં ઓફલાઇન-ઓનલાઇન ક્લાસ ચલાવવાનો મામલો ગૂંચવાયેલો રહ્યો. હાલમાં શિક્ષણ વિભાગની તમામ જવાબદારી DEOને સોંપાઇ છે. આજ સાંજ સુધીમાં DEO શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપશે. સ્કૂલ સંચાલકોએ બાળકોની સુરક્ષા મામલે ગાઇડલાઇનના પાલનના ખર્ચમાં સરકારના સહયોગની માંગ કરી છે. School reopen news

કોરોના સંક્રમણને (Corona Virus) જોતા સ્કૂલો 6 મહિનાથી બંધ છે, ત્યારે 24 ઓક્ટોબરે ગુજરાત સરકારે (Gujarat Govt) દીવાળી બાદ સ્કૂલો ખોલવાની (School Reopen) તૈયારી બતાવી હતી. આ અંગે સુત્રો પાસેથી માહિતી મળી હતી કે રાજ્ય સરકારે આગામી 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ (School Reopen) કરવાની તૈયારી કરી લીધી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલવા કે કેમ? આ માટે વાલીઓને બે વિકલ્પો આપવામાં આવશે. જેમાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માંગે છે કે હજુ પણ ઓનલાઈન અભ્યાસ (Online Education) કરાવવા ઈચ્છે છે? School reopen news

શિક્ષણ વિભાગે તબક્કાવાર સ્કૂલો શરૂ (School Reopne) કરવાનું નક્કી કરાયું છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરાશે. જ્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ જ ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવી શકે છે.School reopen news