Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં શાળા ફરી શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા મોટા સંકેત

રાજ્યમાં શાળા ફરી શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા મોટા સંકેત

0
392

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના કારણે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે દિવાળી પછી પણ શાળાઓ શરૂ કરવામાં આવશે તેના પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama), શાળા સંચાલકો અને પ્રાથમિક શિક્ષણાઅધિકારીઓ વચ્ચે યોજાયેલા વેબીનારમાં શાળાઓ શરૂ કરવા અંગે જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા હાલ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે.

વેબિનારમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) પ્રાથમિક શાળાઓ એટલે ધોરણ 8 સુધીના વર્ગો દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દિવાળી પછી ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે છે.

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: ભાજપ બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

તેમણે (Bhupendrasinh Chudasama) વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્યમાં વિસ્તારમાં ધોરણ 6થી 8ના વર્ગોના બાળકોને છૂટ આપવા વિચારણા ચાલી રહી છે. જેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. આ અંગે શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે નિવેદન જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં 9થી 12ની શાળાઓ શરૂ કરાશે અને પછી સ્થિતિ કાબુમાં રહેશે તો તેના નીચેના વર્ગો ખોલવા ચર્ચા કરાશે.

દિવાળીનું વેકેશન નવેમ્બરમાં પુરૂ થયા બાદ ધોરણ 10 અને 12નાં વિધાર્થીઓને કેટલીક શરતો સાથે શાળાએ જવાની છૂટ આપવામાં આવે તેવી શકયતા છે. બાળકોમાં સંક્રમણ ના થાય તે માટે સરકારે એવી શરત મુકી શકે છે કે વાલીઓ જાતે બાળકોને શાળાએ મુકવા આવવું પડશે.