Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્કૂલ ઓફ લો અને GNLU શૈક્ષણિક કાર્યો માટે કટિબધ્ધ થયા

સ્કૂલ ઓફ લો અને GNLU શૈક્ષણિક કાર્યો માટે કટિબધ્ધ થયા

0
53
  • યુનિવર્સીટીના વિદ્યાર્થીઓનો શૈક્ષિણિક પ્રવાસ: GNLUની મુલાકાત લીધી

  • ભવ્ય કાયદાકીય ઇતિહાસને તાદ્દશ્ય કરવા સાથે વિવિધ માહિતી મેળવી હતી

  • 47 વિદ્યાર્થીઓ સાથે 3 શિક્ષકોએ GNLUની મુલાકાત લીધી

ગાંધીનગર: ગુજરાત યુનિવર્સીટીના સ્કૂલ ઓફ લો ભવનના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલ ઓફ લોના વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી શૈક્ષણિક કાર્યોમાં બંને સંસ્થાઓ એકબીજાની સાથે કાયદાકીય શિક્ષણ અને જાગુતિ લાવવાના પ્રયાસો કરવા કટિબધ્ધ થયા હતા.

સેન્ટર ઓફ એક્સલન્સ, સ્કૂલ ઓફ લો, ગુજરાત યુનિવર્સીટી દ્વારા ગઇકાલે તા.13મી ઓક્ટોબરના રોજ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસન પ્રવૃત્તિ અંતર્ગત 47 વિદ્યાર્થીઓ સાથે 3 શિક્ષકોએ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ( જીએનએલયુ ), ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી. આ પ્રવુત્તિના સંચાલક અને માર્ગદર્શક પ્રો. ડો. કે.સી. રાવલના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓએ જીએનએલયુ સંકુલમાં બનાવેલ લીગલ મ્યુઝીયમની મુલાકાત લઇને ભવ્ય કાયદાકીય ઇતિહાસને તાદ્દશ્ય કર્યો હતો. આ ઉપરાંત સંકુલમાં આવેલ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને કાયદા શાખાને લગતા વિવિધ પુસ્તકો, ઓનલાઇન જર્નલ અને ડેટા બેઝની માહિતી આપવામાં આવી હતી.

વધુમાં સંકુલમાં આયોજીત થતી વિવિધ પ્રવૃત્તિઓથી પણ માહિતગાર કરાયા હતા. અંતમાં આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રસપ્રદ અને ગ્યાનસભર બનાવવા માટે કાર્યક્રમ સંચાલક જીએનએલયુના ડાયરેકટર પ્રો. ડો. સાંથાકુમારનો આભાર વ્યક્ત કર્યો હતો. શૈક્ષણિક કાર્યમાં બંને સંસ્થાઓ એકબીજાની સાથે તેમજ કાયદાકીય શિક્ષણ અને જાગૃત્તિ લાવવાના પ્રયાસો કરવા કટિબધ્ધ થયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat