Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > 25% ફી માફી મામલોઃ School Mafia સામે આખરે સરકાર કેમ ઘૂંટણીયે પડી છે?

25% ફી માફી મામલોઃ School Mafia સામે આખરે સરકાર કેમ ઘૂંટણીયે પડી છે?

0
139
  • School Mafiaએ ફી ભરવા માટે શરતે અને નિયમો મૂકી દીધા
  • સરકારના નિર્ણયની ઐસી-તૈસી કરી તઘલખી ફરમાન જારી કર્યું

અમદાવાદઃ કોરોના કાળમાં ગુજરાતની શાળાઓ બંધ છે. શૈક્ષણિક કાર્ય પણ નહીંવત થઇ રહ્યું છે. છતાં શાળા સંચાલકો ફી લેવા અધીરા હતા. તેમની નફફ્ટાઇ શુક્રવારે વધુ છતી થઇ જ્યારે તેમણે સરકાર દ્વારા નક્કી કરાયેલી 25 ટકા ફી માફીમાં પણ વાલીઓ માટે ડેડલાઇન મૂકી દીધી. દુઃખની વાત એ છે કે સ્કૂલ માફિયાઓ (School Mafia)ની દાદાગીરી સામે રુપાણી સરકાર કેમ ઘૂંટણીયે પડી છે. તેમના પર લગામ કેમ કસતી નથી?

હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બરે શાળા સંચાલકોની ફેવરમાં જ 25 ટકા ફી માફીનો નિર્ણય લીધો હતો. તેમાં શુક્રવારે સ્કૂલ સંચાલકોએ એક ઠરાવ પસાર કર્યો. જે મુજબ 25 ટકા ફી માફીના લાભ માટે શરતો અને નિયમો લાગુ કરી દીધા.

School Mafiaઓએ રાજાશાહીની જેમ ‘લગાન’ વસુલતા હોય તે રીતે  તઘલખી ફરમાન જારી કરી દીધું કે 31 ઓક્ટોબર એટલે માત્ર 29 દિવસમાં જ જે વાલીઓ ફી ભરશે તેમને જ 25 ટકા ફી માફીનો લાભ મળશે. ઉપરાંત જે ગરીબ બાળકોના વાલી ગત વર્ષની ફી કોઇ કારણસર ભરી નથી શક્યા હોય તેમનો તો આ લાભ મળશે જ નહીં.

આ પણ વાંચોઃ સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત

School Mafiaઓએ માનવતા કોરાણે મૂકી

શાળા સંચાલકો રીતસર નફફ્ટાઇ પર ઉતરી આવ્યા છે. આટલાથી ઓછુ હોય તો, માનવતાને કોરાણે મૂકી એક એવો ફરમાન પણ જારી કર્યો છે કે કોરોના કાળમાં જે બાળકોના વાલીઓ મૃત્યુ પામ્યા હશે. તેમણે હવે સંપૂર્ણ ફી માફી નહીં મળે, તેઓએ પણ નિયમો અને શરતોને આધીન 75 ટકા ફી ભરવી જ પડશે.

શું સરકાર વાલીઓને માત્ર વોટ બેન્ક સમજે છે?

આટલી સરમુખ્તિયારશાહી છતાં સરકાર કેમ ચુપ છે? કોઇ નિવેદને સરકાર તરફથી કેમ નથી આવતુ? શું વાલીઓ તેમના માટે એક વોટ બેન્ક જ છે? કદાચ સરકાર એવું જ માનતી હશે. તેથી સ્કૂલ માફિયાઓ (School Mafia)ઓ ના હકમાં નિર્ણય લીધા બાદ પણ તેમની દાદાગીરી સામે સરકાર કોઇ પગલાં લઇ રહી નથી. સરકાર જાણે છે કે અત્યાર ક્યાં ચૂટંણીઓ આવવાની છે, 2022માં વિધાનસભા ચૂંટણીઓ આવશે.

આ પણ વાંચોઃ 50 અને 25 ટકાની ફી માફી વચ્ચે લટકેલું ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓનું ભાવિ

સરકાર અને સ્કૂલ માફિયા સામે વાલીઓમાં ઉગ્ર રોષ

સ્કૂલ સંચાલકોનાં આવા મનસ્વી વલણ સામે ઓલ ગુજરાત વાલી મંડળ અને તેની સાથે સંકળાયેલા તમામ વાલીમંડળમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલ સંચાલકોનાં નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી છે. સરકારે બુધવારે 25 ટકા ફી (school fees in gujarat) ઘટાડાનો આદેશ આપ્યો છે તેમ છતાં ખાનગી સ્કૂલ સંચાલક મંડળે ઓનલાઈન બેઠક યોજી હતી જેમાં આ ઠરાવ કર્યો હતો.

અગ્રણી સ્કૂલોનાં અન્ય એક સંગઠન એસોસિએસન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશનનાં પ્રમુખ મનન ચોકસીના જણાવ્યા અનુસાર, “સરકાર ફી માફી અંગે જીઆર બહાર પાડે પછી તેનો અમલ કરીશું. બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળનાં પ્રમુખ નરેશ શાહનું કહેવું એમ છે કે, “આવી સ્થિતિમાં વાલીઓને સહકાર આપવાને બદલે સ્કૂલોનું તઘલખી વલણ સામે આવી રહ્યું છે. અમે સરકારમાં રજૂઆત કરીશું.”

ખાનગી સ્કૂલોની મનમાની પર હાઈકોર્ટે  બ્રેક લગાવી હતી

ફી ભરવા મામલે ગુજરાત સરકારે આજે વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ નોંધનીય છે કે આ અગાઉ કેટલીય વાર વાલીઓએ રાજ્ય સરકારને સ્કૂલ ફી ઘટાડવા મામલે રજૂઆતો કરી હતી. તેમ છતાં સરકાર વાલીઓની વાતને અવગણતી હતી.

આ પણ વાંચોઃ BREAKING : સ્કૂલ ફી-કૃષિ બિલ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની અટકાયત

અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ગુજરાતમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતાં દોઢ કરોડ વિદ્યાર્થીઓને ફીમાં (private school-fees)રાહત આપવા અંગેનો આદેશ આપ્યો હતો. પરંતુ જે-તે સમયે સરકાર સમયના અભાવનું બ્હાનું કાઢીને છટકી ગઈ હતી.