Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત

સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત

0
269
  • રુપાણી સરકારના 25 ટકા ફી માફીના લોલીપોપ બાદ વાલીઓને વધુ એક ફટકો 
  • ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા 25 ટકા માફી સાથે ફી ભરવાની છેલ્લી તારીખ નક્કી કરાઇ
  • સરકાર માટે સ્કૂલ સંચાલકોની ખુલ્લેઆમ મનમાનીથી વાલીઓ નારાજ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લાં કેટલાંય સમયથી સ્કૂલ ફીનો વિવાદ સતત ચાલી રહ્યો છે. વાલીઓ દ્વારા સતત કોરોના કાળને કારણે ફીમાં 50 ટકાના ઘટાડાની માંગ થઇ રહી હતી અને હજુ પણ થઇ રહી છે. એવામાં 30 સપ્ટેમ્બરના રોજ કોરોના કાળમાં સ્કૂલો બંધ હોવા છતાં રુપાણી સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો અને વાલીઓના માત્ર 25 ટકાનું લોલીપોપ આપી દીધું હતું. સ્કૂલો બંધ હોવા છતાં વાલીઓ 50 ટકા ફી ભરવા તૈયાર હતાં. પરંતુ સરકારે 6 મહિના બાદ માત્ર 25 ટકા જ ફી માફીનો નિર્ણય લેતા હજી પણ વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ખાનગી સ્કૂલ સંચાલકો પોતે જ સરકાર હોય તેમ વર્તી રહ્યાં છે. તેઓએ 31 ઓક્ટોબર સુધીમાં ફી (school fees in gujarat) નહીં ભરનારા કે ગત વર્ષે ફી ન ભરી હોય તે વાલીઓને 25 ટકાની રાહત નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

સ્કૂલ સંચાલકોનાં આવા મનસ્વી વલણ સામે ઓલ ગુજરાત વાલી મંડળ અને તેની સાથે સંકળાયેલા તમામ વાલીમંડળમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલ સંચાલકોનાં નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી છે. સરકારે બુધવારે 25 ટકા ફી (school fees in gujarat) ઘટાડાનો આદેશ આપ્યો છે તેમ છતાં ખાનગી સ્કૂલ સંચાલક મંડળે ઓનલાઈન બેઠક યોજી હતી જેમાં આ ઠરાવ કર્યો હતો.

અગ્રણી સ્કૂલોનાં અન્ય એક સંગઠન એસોસિએસન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશનનાં પ્રમુખ મનન ચોકસીના જણાવ્યા અનુસાર, “સરકાર ફી માફી અંગે જીઆર બહાર પાડે પછી તેનો અમલ કરીશું. બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળનાં પ્રમુખ નરેશ શાહનું કહેવું એમ છે કે, “આવી સ્થિતિમાં વાલીઓને સહકાર આપવાને બદલે સ્કૂલોનું તઘલખી વલણ સામે આવી રહ્યું છે. અમે સરકારમાં રજૂઆત કરીશું.”

આ સિવાય નોંધનીય છે કે સરકારના પણ 25 ટકા ફી ઘટાડાના નિર્ણયથી વાલીઓમાં નારાજગી છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય વાલીઓના હિતમાં નહીં પણ સંચાલકોના હિતમાં લેવામાં આવ્યો. વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું છે કે આ મામલે વાલી મંડળની બેઠક મળશે. ત્યાર બાદ આગળની રણનીતિ કરવામાં આવશે.

આ પણ વાંચો: હવે અકસ્માતમાં મદદ કરતા ખચકાતા નહીં, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો બદલાવ

આવક ન થતાં શિક્ષકોને પણ પૂરો પગાર નથી ચૂકવી શકાયો (school fees in gujarat)

ગુજરાતના ખાનગી સ્કૂલ સંચાલક મહામંડળનાં પ્રમુખ ભરત ગાંજીપરાએ જણાવ્યું હતું કે, “રાજ્યના 32 જિલ્લાની 7500 સ્કૂલોના સંચાલકોની ઓનલાઈન મીટિંગ ગુરુવારના રોજ મળી હતી. જેમાં 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ જો ફી નહીં ભરે અથવા ગત વર્ષની બાકી ફીનું પેમેન્ટ નહીં કરે તો તેમને 25 ટકા રાહત (school fees in gujarat) નહીં આપવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્થિતિમાં શિક્ષકોના પગાર સહિતના ખર્ચને પહોંચી વળવા આ નિર્ણય કર્યાં સિવાય અમારી પાસે કોઈ જ વિકલ્પ ન હતો.”

ફી મામલે ખાનગી સ્કૂલોની મનમાની પર હાઈકોર્ટે પણ બ્રેક લગાવી હતી

ફી ભરવા મામલે ગુજરાત સરકારે આજે વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ નોંધનીય છે કે આ અગાઉ કેટલીય વાર વાલીઓએ રાજ્ય સરકારને સ્કૂલ ફી ઘટાડવા મામલે રજૂઆતો કરી હતી. તેમ છતાં સરકાર વાલીઓની વાતને અવગણતી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ગુજરાતમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતાં દોઢ કરોડ વિદ્યાર્થીઓને ફીમાં (private school-fees)રાહત આપવા અંગેનો આદેશ આપ્યો હતો. પરંતુ જે-તે સમયે સરકાર સમયના અભાવનું બ્હાનું કાઢીને છટકી ગઈ હતી.

રાજ્યમાં સ્કૂલોમાં ફી ભરવા મામલે અગાઉ હાઇકોર્ટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. વાલીઓ માટે સ્કૂલમાં ફી (school fees in gujarat) ભરવા મામલે હાઇકોર્ટે વાલીઓને ફી ભરવા મુદ્દે રાહત આપતા હાઇકોર્ટે ખાનગી શાળાઓમાં વાલીઓ ફી ન ભરી શકે તેનાં બાળકનું એડમિશન રદ કરવામાં ના આવે તેની સરકાર પાસે બાંહેધરી માંગી હતી.

આ પણ વાંચો: ગુજરાતની 5 લાખ મહિલાઓ હેન્ડ વૉશ કરીને સ્વચ્છતાનો લેશે સંકલ્પ