Gujarat Exclusive > દેશ-વિદેશ > Pollution In Delhi: દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી સ્કૂલ-કૉલેજ બંધ, ટ્રકોની એન્ટ્રી બેન

Pollution In Delhi: દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી સ્કૂલ-કૉલેજ બંધ, ટ્રકોની એન્ટ્રી બેન

0
65

નવી દિલ્હી: દિલ્હી અને NCRમાં પ્રદૂષણની વધતી મારની અસર સ્કૂલ અને કૉલેજો પર પડી છે. કોવિડની બીજી લહેરને કારણે મહિના બાદ આ નવેમ્બરમાં ખુલેલી સ્કૂલ કૉલેજને ફરી એક વખત ઓનલાઇન શિફ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની એક પેનલે કહ્યુ કે દિલ્હી-એનસીઆરમાં તમામ સ્કૂલ બંધ રહેશે. બુધવારથી ક્લાસ ઓનલાઇન ચાલશે. વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ આયોગ (CAQM)એ દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિને નિયંત્રિત કરવાના આદેશ આપ્યા છે.

CAQMએ કહ્યુ કે ઓછામાં ઓછા 50 ટકા અધિકારીઓને 21 નવેમ્બર સુધી વર્ક ફ્રૉમ હોમની પરવાનગી મળવી જોઇએ. આ સાથે જ પ્રાઇવેટ કાર્યાલયમાં આ રીતની વ્યવસ્થા કરવામાં આવે. પંચે કહ્યુ કે 21 નવેમ્બર સુધી દિલ્હીમાં તમામ ટ્રકની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી છે. આ પ્રતિબંધ બિન જરૂરી વસ્તુઓનો પૂરવઠો પુરો પાડી રહેલા ટ્રકો પર લાગુ થશે. આ સાથે મેટ્રો, સંરક્ષણ, એરપોર્ટને છોડીને દરેક રીતના નિર્માણ કાર્ય પર 21 નવેમ્બર સુધી રોક રહેશે.

દિલ્હીનું AQI ખરાબ

દિલ્હીની વાયુ ગુણવત્તા ફરીથી ગંભીર શ્રેણીમાં આવી ગઇ છે અને 24 કલાકની એવરેજ વાયુ ગુમવત્તા સૂચકાંક (AQI) 403 દર્જ કરવામાં આવ્યો છે. આ મંગળવાર સવાર સુધી ઘણી ખરાબ શ્રેણીમાં હતુ અને 396 દર્જ કરવામાં આવ્યુ હતુ. સાંજે ચાર વાગ્યે ગાઝિયાબાદમાં AQI 356, ગ્રેટર નોઇડામાં 361, ગુરૂગ્રામમાં 369 અને નોઇડામાં 397 દર્જ કરવામાં આવ્યુ છે. આ ઘણુ ખરાબ શ્રેણીમાં આવે છે.

દિલ્હી સરકારે કરી આ જાહેરાત

આ પહેલા શહેરના પ્રદૂષણ સંકટ સામે લડવા માટે દિલ્હી સરકારે સોમવારથી યૂનિવર્સિટીને એક અઠવાડિયા માટે બંધ કરવા, નિર્માણ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવા અને સરકારી કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની નીતિ સહિત કેટલીક ઇમરજન્સી ઉપાયોની જાહેરાત કરી હતી.

સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના અધિકારીઓએ મંગળવારે એક બેઠક કરી હતી જેમાં પ્રદૂષણને રોકવા માટેની રીત પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત સહિત 14 રાજ્યમાં Child Pornography કેસમાં CBIની રેડ, ઓરિસ્સામાં ભીડે મારપીટ કરી

ગાઝિયાબાદમાં ફટકારવામાં આવી રહ્યો છે દંડ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રદૂષણ સ્તરને ઓછો કરવા માટે GRAPના ઉપાયો હેઠળ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જિલ્લા સૂચના અધિકારી રાકેશ ચૌહાણે કહ્યુ કે જિલ્લા તંત્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની આસપાસના વિસ્તારમાં વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ આયોગ દ્વારા રચાયેલી એક સમિતિના આદેશોનું પાલન કરી રહ્યુ છે.

અધિકારીએ જણાવ્યુ કે જિલ્લા અધિકારી આરકે સિંહે અત્યાર સુધી 1.03 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગાઝિયાબાદ નગર નિગમ સહિત શોપિંગ મોલ અને હોસ્પિટલ જેવી 17 પ્રદૂષણ ફેલાવી રહેલી સંસ્થાઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat