ભારતમાં પોલીસ વ્યવસ્થાને લઈને સતત પ્રશ્ન ઉઠાતા રહ્યાં છે, તે પછી પોલીસની કસ્ટડીમાં મોતનો કેસ હોય કે પછી કારણ વગર ટોર્ચરનો આરોપ હોય, આ બધા જ મુદ્દાઓને લઈને પોલીસ રિફોર્મની વાત પણ સતત થતી આવી છે. આને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ રજૂ કરતાં બધા પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની કચેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કહેવામાં આવ્યું હતુ, જેનુ પાલન કરવામાં આવ્યું નથી. આ બાબતે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે.
સરકારે ચિઠ્ઠી લખીને માંગ્યો હતો જવાબ
અસલમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2020માં સરકારને તે આદેશ આપવામાં આવ્યો હતો કે, પોલીસ સાથે સંબંધિત બધી જ ઓફિસોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. પરંતુ તેનુ પાલન ના થતાં જ્યારે સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો સરકારે કહ્યું કે, હજું તેને વધારે સમય જોઈએ છે. જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ બાબતને લઈને એક પત્ર લખ્યો છે, જેમાં સીસીટીવી લગાવવાના નિર્ણયને થોડા સમય માટે રદ્દ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ પત્રને લઈને નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જસ્ટિસ નરીમને સરકારને કહ્યું કે, અમને અલગ જ ધારણા મળી રહી છે કે, તમે તમારા હાથ પાછા ખેંચી રહ્યાં છો. તમે આ કેવી રીતનો પત્ર લખ્યો છે?
લાઈવ લો અનુસાર જ્યારે સોલિસિટર જનરલે આના જવાબમાં તે તર્ક આપ્યો છે કે, આવું કોર્ટના આદેશના પ્રભાવને લઈને કરવામાં આવ્યું તો નરીમને કહ્યું કે, “અમે તેના પ્રભાવને લઈને ચિંતિત નથી. તે નાગરિકોના અધિકારોની ચિંતા માટે છે. તેના માટે સુપ્રીમ કોર્ટે સંવિધાનના અનુચ્છેદ 21નો ઉલ્લેખ કર્યો. સાથે જ સરકારને કડક શબ્દોમાં કહ્યું કે, પત્રમાં આપેલા બહાનાને અમે સ્વીકાર કરી શકીએ નહીં.”
કેન્દ્ર સરકારે ત્રણ સપ્તાહમાં આપશે સોંગદનામુ
સરકારે તેના માટે ફંડ એકત્ર કરવાની કોશિશનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે અમને જણાવો કે, કેટલો ફંડ એકત્ર કરવામાં આવ્યો છે. તેના પર સોલિસિટર જનરલે કોર્ટમાં જવાબ આપવા માટે 10 દિવસનો સમય માંગ્યો.
કોર્ટે અંતમાં કહ્યું કે, સરકારે પાછલા આદેશોમાં રજૂ કરવામાં આવેલા નિર્દેશોનું પાલન અત્યાર સુધી કરવામાં આવ્યું નથી. તેથી અમે સરકારને નિર્દેશ આપીએ છીએ કે, આગામી ત્રણ સપ્તાહમાં એક સોંગદનામુ દાખલ કરીને જણાવે કે, કેટલા નાણાકીય ખર્ચની આવશ્યકતા છે. સાથે તે પણ કહ્યું કે, કોર્ટે જે નિર્દેશ આપ્યા છે, તેનું પાલન ક્યાર સુધી પૂર્ણ કરવામાં આવશે.
પોલીસ સ્ટેશનોમાં સીસીટીવ કેમેરા લગાવવાને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને પણ નવા નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે રાજ્યો દ્વારા આપેલા સોંગદનામાથી સહમત નથી. તેથી રાજ્યોને આગામી પાંચ મહિનામાં સીસીટીવી કેમેરા લગાવવાનું કહેવામાં આવ્યું છે. જે રાજ્યોમાં આ વર્ષે ચૂંટણી થવા જઈ રહી છે, તેમને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.