Gujarat Exclusive > દેશ-વિદેશ > સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ફટકાર, ‘ન્યાયાધિશોની ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરતા મીડિયાને રોકી ના શકાય’

સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ફટકાર, ‘ન્યાયાધિશોની ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરતા મીડિયાને રોકી ના શકાય’

0
42

નવી દિલ્હી: કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે ચૂંટણી પ્રચારને લઈને થોડા દિવસો પહેલા મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચનો ઉધડો લીધો હતો. કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે,ચૂંટણી પંચ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. જ બાદ ચૂંટણી પંચે આ ટિપ્પણી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. Media Reporting

જો કે હવે ચૂંટણી પરિણામો જાહેર થવા સાથે જ પ્રચારનો પણ અંત આવી ચૂક્યો છે, પરંતુ 5 રાજ્યોમાં યોજાયેલા વિધાનસભા ચૂંટણી દરમિયાન કોરોના પ્રોટોકોલના સરેઆમ લીરેલીરા ઉડતા જોઈને કોર્ટે ચૂંટણી પંચને સૌથી બિનજવાબદાર સ્ંસ્થા ગણાવી હતી.

સોમવારે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી સમયે જણાવ્યું કે, જજોની ભાવનાને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરવામાં આવે. ચૂંટણી પંચની એ માંગને કોર્ટે ફગાવી દીધી, જેમાં કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે, હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી મૌખિક ટિપ્પણીના રિપોર્ટિંગ પર રોક લગાવવી જોઈએ. આ માંગને માનવાનો પણ સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે.

આ પણ વાંચો:  દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, કેજરીવાલ સરકારે સેના પાસે માંગી મદદ Media Reporting

હકીકતમાં મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ બેનરજીએ 26 એપ્રિલે કોરોનાની ચિંતાજનક સ્થિતિને જોતા ચૂંટણી પંચ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વચ્ચે ચૂંટણી પંચ કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચના અધિકારીઓ ઉપર હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ. Media Reporting

1 મેના રોજ ચૂંટણી પંચ તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલ અમિત શર્માએ અરજીમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું આયોજન તેનું લોકતાંત્રિક દાયિત્વ છે. હાઈકોર્ટની જેમ જ ચૂંટણી પંચ પણ એક બંધારણીય સંસ્થા છે. એવામાં એક સંસ્થા દ્વારા બીજી સંસ્થા પર આ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી. આમ કરવાથી બન્ને સંસ્થાઓની છબી ખરડાઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat