Gujarat Exclusive > રાજનીતિ > સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેચ્યુ, જીતુ વાઘાણી સાથેની બેઠક સફળ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેચ્યુ, જીતુ વાઘાણી સાથેની બેઠક સફળ

0
1565

વડોદરા: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેચી લીધુ છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે 2 કલાકની મેરેથોન ચર્ચા બાદ પ્રજાના પ્રશ્નોનું યોગ્ય ઉકેલ આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કેતન ઇનામદારની લાગણી દુભાતા તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતું.

કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેચ્યુ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વડોદરા સર્કિટ હાઉસમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ચર્ચા કરી હતી. જીતુ વાઘાણીએ બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી. જીતી વાઘાણીએ જણાવ્યુ, ‘કેતનભાઇએ ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારના અનેક કામો કર્યા છે. વિધાનસભાના અધ્યક્ષ કેતન ભાઇની સાથે સતત સંપર્કમાં છે, તેન ઇનામદારને વર્ષોથી હું સારી રીતે જાણુ છું.CM અને મોવડી મંડળ સાથે ટેલિફોનીક વાતચીત થઇ હતી, કેતન ઇનામદારે પ્રજાના પ્રશ્નોને લઇને રજૂઆત કરી હતી. MGVCLના MD સાથે પણ વાત કરી છે અને એમડીને આવુ વર્તન ના કરવા જણાવવામાં આવ્યુ છે. કેતન ઇનામદાર અધ્યક્ષને મેઇલ કરી રાજીનામુ પરત ખેચશે.’

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ, ‘મારા આત્માના અવાજને લાગ્યુ કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નથી થતુ ત્યારે મેઇલ દ્વારા અધ્યક્ષને રાજીનામુ મોકલ્યુ હતું, મારા પ્રશ્નો હતા તે ઘણા સમયથી ડિલે થઇ રહ્યા હતા, વારંવાર રજૂઆત કર્યા બાદ યોગ્ય ઉકેલ આવતુ નહતું. મારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી બાદ હું રાજીનામુ પરત ખેચુ છું.’

કેતન ઇનામદારને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ, અમિત ચાવડા- ધાનાણીએ ભાજપ પર લગાવ્યા આરોપ