Gujarat Exclusive > દેશ-વિદેશ > સઉદીના યુવરાજે પત્રકાર ખાશોજીની હત્યાની મંજૂરી આપી હતી: અમેરિકન રિપોર્ટ

સઉદીના યુવરાજે પત્રકાર ખાશોજીની હત્યાની મંજૂરી આપી હતી: અમેરિકન રિપોર્ટ

0
81

યુએસ ગુપ્તચર વિભાગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાન બિન મોહમ્મદે ફક્ત દેશનિકાલમાં રહેતા સાઉદી પત્રકાર જમાલ ખાશોજીની હત્યાના ષડયંત્રને મંજૂરી આપી હતી. એવું પ્રથમ વખત બન્યું છે કે, અમેરિકન પ્રશાસને જાહેરમાં જમાલ ખશોગીની હત્યામાં સલમાન બિન મોહમ્મદનું નામ લીધું છે. તો બીજી તરફ સાઉદી અરબે આ અમેરિકન રિપોર્ટને ફગાવ્યો છે અને પાયા વિહોણું ગણાવ્યું છે.

જોકે, બાઈડેન પ્રશાસને શુક્રવારે એક ગુપ્ત રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સઉદી યુવરાજે તે ષડયંત્રને પોતાની સહમતિ આપી હતી જે હેઠળ અમેરિકામાં રહેતા સઉદી પત્રકાર જમાલ ખાશોજીને જીવતો પકડવા અથવા મારવાની વાત કરવામાં આવી છે. જમાલ ખાશોજી રાજકુમાર સલમાન બિન મોહમ્મદની ટીકા કરતા હતા. રાજકુમાર ખાશોજીને સઉદી માટે ખતરારૂપ માનતા હતા.

જણાવી દઈએ કે, સઉદી યુવરાતે તે વાતથી ઈન્કાર કરતાં રહ્યાં છે કે, તેમને જમાલ ખાશોજીની હત્યાનો આદેશ આપ્યો છે. 2 ઓક્ટોબર 2018માં સઉદી પત્રકાર જમાલ ખાશોજીની ઈસ્તાંબૂલ સ્થિત સાઉદી વાણિજ્ય દૂતાવાસની અંદર હત્યા કરી દેવામાં આવી હતી.

આ મુદ્દાને લઈને અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને ખાશોજી પ્રતિબંધની જાહેરાત કરી છે.

આનો અર્થ તે છે કે, અમેરિકા હવે તે લોકોને વિઝા આપશે નહીં જેઓ પોતાના રાજકીય વિરોધીઓને ધમકી આપે છે. અમેરિકન વિદેશ મંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, સાઉદી અરબના 76 નાગરિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, એટલે હવે તે લોકોને અમેરિકાનો વિઝા મળશે નહીં.

મંત્રાલયે 76 લોકોનો લિસ્ટ પણ બહાર પાડ્યો નથી પરંતુ તેમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ લિસ્ટમાં સામેલ નથી.

જોકે, અમેરિકન ગુપ્ત વિભાગનો રિપોર્ટ સત્તાવાર રીતે હજું જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ રિપોર્ટથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, બાઈડેન પ્રશાસન સઉદી અરબને લઈને કેવું વલણ રાખવાનો છે. જણાવી દઈએ કે, સઉદીની અદાલતે ખાશોજીની હત્યાના કેસમાં 5 લોકોને પહેલા ફાંસી સંભળાવી હતી. જોકે, પાછળથી તેમની સજાને 20 વર્ષ કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat