Gujarat Exclusive > દેશ-વિદેશ > આર્થિક તંગીનો સામનો કરનાર પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ આપ્યો મોટો ઝટકો

આર્થિક તંગીનો સામનો કરનાર પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ આપ્યો મોટો ઝટકો

0
137

પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. કશ્મીર મામલે પાકિસ્તાને સાઉદી અરેબિયાને ધમકી આપી હતી. જેથી સાઉદી જે તેલ પાકિસ્તાનને લોન પર આપતું હતુ તે મે મહિના બાદથી પાકિસ્તાનને સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઇલ નથી મળી રહ્યું. એવી માહિતી મળી છે કે સાઉદી અરેબિયા આ સોદો મુદત પહેલા જ સમાપ્ત કરી દીધો છે.

જાણવા મળી રહેલ માહિતીના આધારે ઓક્ટોબર 2018માં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને 3 વર્ષ માટે 6.2 બિલિયન ડોલરની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાં 3 બિલિયન ડોલરની રોકડ સહાય શામેલ હતી. જ્યારે અન્યમાં તેલ અને ગેસની સપ્લાય શામેલ હતી. માહિતી મુજબ આ ડીલ પ્રમાણે 3 બિલિયન ડોલરની રોકડ સહાય માટે પાકિસ્તાન સાઉદી અરેબિયાને 3.3 ટકાના દરથી વ્યાજની ચુકવણી કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર,

“પાકિસ્તાનના પેટ્રોલિયમ વિભાગના પ્રવક્તા સાજિદ કાઝીએ કહ્યું કે, આ કરાર મે મહિનામાં જ સમાપ્ત થયો છે અને નાણાકીય વિભાગ આને આગળ વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન હાલ સાઉદી અરેબિયાના જવાબની રાહ જોઈ રહ્યું છે. બજેટ અનુમાનો મુજબ સરકારને નાણાકીય વર્ષ 2020-21માં ન્યૂનતમ એક અબજ ડોલરનું ક્રૂડ ઓઇલ મળવાની અપેક્ષા છે. પાકિસ્તાનનું નાણાકીય વર્ષ જુલાઈથી શરૂ થાય છે.”

આ પહેલા પાકિસ્તાનના વિદેશમંત્રીએ પોતાના નિવેદન દ્વારા OICને એક પ્રકારની ધમકી આપી હતી. એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન હવે વધુ રાહ જોઇ શકે તેમ નથી. આપને જણાવી દઇએ કે પાકિસ્તાન કાશ્મીરમાંથી કલમ 37૦ને નાબૂદ કર્યા બાદથી જ 57 મુસ્લિમ દેશોની સંસ્થા OICના વિદેશમંત્રીઓની બેઠક બોલાવવા માટે સાઉદી અરબ પર દબાણ કરી રહ્યું છે.

આ પણ વાંચો: આર્મી ચીફનાં ગળામાં લટકતી આ ચીજ આખરે છે શું? કેવી રીતે બને છે ઉપયોગી

જો કે, હજી સુધી તે આ પ્રયત્નમાં સફળ રહ્યું નથી. OIC સંયુક્ત રાષ્ટ્ર બાદ વિશ્વનું બીજું સૌથી મોટું સંગઠન છે.

કુરેશીએ કહ્યું હતું કે,

પાકિસ્તાને સાઉદી અરેબિયાના અનુરોધ પર પોતાને કુઆલાલંપુર સમિટથી અલગ કરી દીધું હતું અને હવે પાકિસ્તાની એ માંગ કરી રહ્યા છે કે સાઉદી અરેબિયા કાશ્મીરના મુદ્દે નેતૃત્વ બતાવે. પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું કે જો OICના વિદેશ પ્રધાનો મળે તો તે ઇસ્લામિક દેશો વતી કાશ્મીર પર ભારતને ઇસ્લામિક દેશોની તરફથી સ્પષ્ટ સંદેશ જશે.