રિયાધ: સાઉદી અરેબિયાની સરકારે તમામ દેશોના નાગરિકો માટે ઉમરાહ વિઝા ત્રણ મહિના માટે લંબાવ્યો છે.
Advertisement
Advertisement
સાઉદીના હજ અને ઉમરાહ મંત્રી ડો. તૌફીક-અલ-રબિયાહે ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે આ જાહેરાત કરી હતી.
સાઉદી ગેઝેટ અનુસાર, ડૉ. અલ-રબિયાહે ઉઝબેકિસ્તાન અને તેના લોકોના વિકાસ માટે સાઉદી કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
બંને દેશો વચ્ચેની વાતચીત મુખ્યત્વે હજ અને ઉમરાહ અંગે હતી.
સાઉદી સરકારના મંત્રીએ કહ્યું કે કોરોના રોગચાળા પછી મુસાફરી પ્રતિબંધોમાં ઘટાડો અને વધુ લોકોને મંજૂરી આપવાના કારણે આ વર્ષે લગભગ 12,000 ઉઝબેક નાગરિકો હજ પર ગયા હતા.
તેમણે એ પણ માહિતી આપી કે છેલ્લા બે મહિનામાં 36000 થી વધુ ઉઝબેક નાગરિકોએ ઉમરાહ કરી છે. આમાંના મોટાભાગના લોકો મદીના પણ ગયા હતા.
બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત કરવા માટે પણ વાતચીત થઈ હતી. આ સાથે ઉમરાહ માટે સરળતાથી વિઝા મેળવવા અને મુસાફરીને વધુ સારી બનાવવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Advertisement