Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજ્યપાલે મારી પલટી: પહેલા રાહુલને કહ્યું તમે પ્રવાસ કરો, કોંગ્રેસ નેતાએ તૈયારી બતાવી તો માંગ ઠુકરાવી

રાજ્યપાલે મારી પલટી: પહેલા રાહુલને કહ્યું તમે પ્રવાસ કરો, કોંગ્રેસ નેતાએ તૈયારી બતાવી તો માંગ ઠુકરાવી

0
118

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આ માંગને નકારી દીધી છે કે વિપક્ષના નેતાઓને ઘાટીનો પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવે. જમ્મુ કાશ્મીર રાજભવને એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે વિપક્ષી પાર્ટીના નેતાઓના પ્રવાસથી સમસ્યા વધશે અને સ્થાનિક લોકોને વધુ પરેશાનીનો સામનો કરવો પડશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી કહ્યું હતું કે રાજ્યપાલ સત્યપાલ મલિકે વિપક્ષી દળના નેતાઓને ઘાટીનો પ્રવાસ કરવા અને લોકો સાથે વાત કરવાની પરવાનગી આપવી જોઇએ, જેના જવાબમાં રાજ્યપાલે કહ્યું કે રાહુલ ગાંધી આ મામલે રાજકારણ રમી રહ્યાં છે. રાજ્યપાલે કહ્યું કે જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર રાહુલ ગાંધી કોઇ ફેક ન્યૂઝ જોઇને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. રાજ્યપાલે કહ્યું કે કેટલીક સામાન્ય ઘટનાઓને છોડીને રાજ્યની સ્થિતિ શાંતિપૂર્ણ છે.

આ પહેલા રાહુલ ગાંધીએ રાજ્યપાલ સત્યપાલ મલિકને કહ્યું કે તેમણે વિમાનની જરૂર નથી પરંતુ કાશ્મીર ઘાટીમાં જવા અને ત્યાના લોકોને મળવાની આઝાદી જોઇએ. રાહુલ ગાંધી આ સમયે પોતાના લોકસભા વિસ્તાર વાયનાડના પ્રવાસે છે, તેમણે ટ્વીટ કર્યુ, ‘ડિયર ગવર્નર મલિક, વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ અને હું તમારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખના પ્રવાસનું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ. અમને વિમાનની જરૂર નથી પરંતુ કૃપયા અમારી યાત્રાની આઝાદી અને લોકો,મુખ્યધારાના નેતાઓ અને ત્યા તૈનાત અમારા જવાનો સાથે મુલાકાત કરવા દેવામાં આવે.’

રાજ્યપાલ મલિકે રાહુલ ગાંધીને ખુદ ઘાટીમાં જઇને સ્થિતિ જોવા કહ્યું હતું. કોંગ્રેસ નેતાએ આગળના દિવસે તેમણે જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર તરફથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ કાશ્મીરમાં હિંસાપૂર્ણ ઘટના હોવાનો દાવો કર્યો હતો, જેની પર મલિકે તેમણે કાશ્મીર આવીને સ્થિતિ જોવા માટે આમંત્રણ આપ્યુ હતું.

જમ્મુ કાશ્મીરમાંથી જે રીતે કલમ 370 હટાવવામાં આવી તે ગેરબંધારણીય છે- પ્રિયંકા ગાંધી