અમદાવાદ, આઈપીએલ શરુ થાય એ પહેલાં જ પીસીબીએ માધુપુરામાંથી 1800 કરોડનું સટ્ટા રેકેટ પકડી પાડતા સટોડિયાઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જો કે આ કામ પીસીબીએ કરતાં સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊઠયા છે.
Advertisement
Advertisement
આ સમગ્ર સટ્ટાકાંડમાં માસ્ટર માઈન્ડ હર્ષિત જૈનનું નામ બહાર આવ્યું છે. જેના માટે તે બેંક એકાઉન્ટ ધારકોને 10,000થી 12000 ચૂકવતો હતો. પીસીબીએ કરેલી રેડ દરમ્યાન આવા 500થી વધુ એકાઉન્ટ ઓપરેટ થયા હોવાની વિગત પોલીસને મળી છે. આમ 500 એકાઉન્ટ થકી રૂ.1800 કરોડ જેટલી માતબર રકમનું રેકેટ પોલીસે પર્દાફાશ કર્યું છે. તપાસ દરમ્યાન વિવિધ વ્યક્તિઓના નામે ગુમાસ્તા ધારાના ડોક્યુમેન્ટ્સ, ઓફિસના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે.
સાથે સાથે પોલીસે આ સટ્ટાની રકમોના વ્યવહારમાં 50,000 રોકડ, 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, જુદી જુદી બેંકોના 14 પીઓએસ મશીન, જુદી જુદી કંપનીઓના 83 સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર3.38 લાખના મુદ્દા માલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં હર્ષિત જૈન, અજય જૈન, નિરવ પટેલ, સતિષ પરિહાર ઉપરાંત 15 જેટલા અન્ય આરોપીઓ સામે નામજોગ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. 22 જેટલા બુકીઓની બુક પણ પકડાઈ છે. જેના આધારે પોલીસ આગળ કાર્યવાહી કરશે.
Advertisement