આપણા દેશના 70 ટકાથી વધુ પરિવારો ખેતી સાથે સંકળાયેલા છે. ફળોની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની ઘણીવાર યોગ્ય વાતાવરણ ન મળે તો ફળનું ઉત્પાદન થતું નથી અને પારાવાર નુકસાન વેઠવું પડે છે જેને લીધે એમ.જી.સાયન્સ કોલેજના માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ જય પટેલ અને ફેનિલ પરમારે પ્રો.વિવેક ઉપસાનીના માર્ગદર્શન હેઠળ સડેલા દાડમ માટે જવાબદાર બેક્ટેરિયા અને ફૂગને કેવી રીતે નષ્ટ કરી શકાય અને દાડમનું વધુ ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેના પર રિસર્ચ કર્યું છે.
Advertisement
Advertisement
દાડમ અને ખારા પાણીને આઈસોલેટ કરી 12 એન્ઝાઈમનું સ્ક્રીનિંગ કર્યું
આ અંગે વાત કરતા જય પટેલ કહે છે કે, અમારા રિસર્ચમાં સડેલા દાડમમાંથી મળેલા બેક્ટેરિયા અને ફૂગમાંથી ઉત્પાદિત કરેલા 12 પ્રકારના ઉત્સેચકોનું સ્ક્રીનિંગ કરવામાં સફળતા મળી છે. દાડમની સાથે ભાવનગર અને ઓખા મઢીના ખારા પાણીમાં રહેલા એન્ઝાઈમનું સ્ક્રીનિંગ કર્યું છે. ખારા પાણીમાંથી મળેલા બેક્ટેરિયા તે બહાર જીવી શકતા નથી. ઈન્ડસ્ટ્રીમાં પેદા થતી વિવિધ એક્સટ્રીમ કંડિશનમાં સોલ્ટનું પ્રમાણ વધારે હોય તો હેલોપાઈલ્સ ખારા પાણીમાં રહે છે અને તેના દ્વારા ઉત્પાદિત થયેલા ઉત્સેચકો આવી એક્સટ્રીમ કન્ડિશનમાં વાપરીને તેમાંથી વિવિધ પ્રોડક્ટ તૈયાર કરી શકાય છે.
કેન્સરની ટ્રીટમેન્ટ, પેપર ઈન્ડસ્ટ્રી, બાયો ઈંધણ, ફૂડ ઈન્ડસ્ટ્રીમાં આ એન્ઝાઈમ ઉપયોગી બની શકે
ખારા પાણી અને સડેલા દાડમમાંથી એસ્પારજીનેઝ, ગ્લુટામિનેઝ, આર્જીનેઝ, પેક્ટિનેઝ, કાઈટિનેઝ, સેલ્યુલેઝ જેવા ઉત્સેચકો મળ્યા હતા જે લ્યુકેમિયા, મેલાનો સારકોમા, રેટિક્યુલો સારકોમા પ્રકારના કેન્સરની ટ્રીટમેન્ટમાં ઉપયોગ થાય છે. આ સિવાય આ બેક્ટેરિયા અને ફૂગ પેપર ઈન્ડસ્ટ્રી, બાયો ઈંધણ, ફૂડ ઈન્ડસ્ટ્રીમાં વધારે ઉત્પાદન કરવા માટે ઉપયોગ થઈ શકે છે
Advertisement