Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: એશિયન ગેમ્સ ચેમ્પિયન સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક

BREAKING: એશિયન ગેમ્સ ચેમ્પિયન સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક

0
247

એશિયન ગેમ્સ ચેમ્પિયન સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક Sarita gaykawad DYSP

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડની ડીવાયએસપી (Sarita gaykawad DYSP) તરીકે નિમણૂક કરવામાં આવી છે.  આ અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી હતી. Sarita gaykawad DYSP

અત્રે ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ 2018માં ભારતની 4×400 મીટર રીલેદોડની ટીમની સભ્ય હતી અને આ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આમ દુર્ગાષ્ટમીએ મહિલાશક્તિની કદર કરી હતી એવુ ટવિટ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ હતુ. સરિતા ગાયકવાડ ગુજરાત સરકારની બેટી બચાવો અભિયાન માટેની બ્રાન્ડ એમ્બેસેડર છે.

આ પણ વાંચોઃ ગુજરાત પેટાચૂંટણીઃ આવતીકાલે શુક્રવારે કેન્દ્રીય મંત્રીઓ જાહેરસભાઓ ગજવશે

સરિતા ગાયકવાડ ગુજરાતના ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામ ખાતે આદિવાસી કુટુંબમાં જન્મી તી. તેણે રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે ડીવાયએસપી તરીકે નિમણૂક પામતા પહેલા આવકવેરા વિભાગમાં કામ કરતી હતી.