Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સંપત્તિને લઈને ગોદરેજ પરિવારમાં વિવાદ, ગ્રુપના પડશે ભાગલા

સંપત્તિને લઈને ગોદરેજ પરિવારમાં વિવાદ, ગ્રુપના પડશે ભાગલા

0
355

દેશના અગ્રણી ઉદ્યોગપતિ પરિવાર ગોદરેજમાં ભાગલા પડવા જઈ રહ્યાં છે. આ પરિવાર પાસે અનેક ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી ઉપરાંત હજારો કરોડ રૂપિયાની જમીનો પણ છે. તેમને મુંબઈના “લેન્ડલોર્ડ” કહેવામાં આવે છે. મુંબઈમાં સૌથી વધુ જમીન ગોદરેજ પરિવાર પાસે જ છે.

મુંબઈના (MumbaI) વિક્રોલીમાં ગોદરેજ પરિવારનો (Godrej Family) 1,000 એકરનો પ્લોટ છે, જેને ડેવલોપ કરવામાં આવી શકાય છે. જેની બજાર કિંમત અંદાજે 20 હજાર કરોડ રૂપિયા થવા જાય છે. વિક્રોલીમાં ગોદરેજ પરિવારની કુલ 3,400 એકર જમીન છે. આ જમીનના ભાગલા માટે ગોદરેજ એન્ડ બૉય્સના ચેરમેન જમશીદ ગોદરેજના જેએમ ફાઈનાન્સિયલ સાથે જોડાયેલા દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ બેંકર નિમેશ કમ્પાની અને એજેબી પાર્ટનર્સના વકીલ જીયા મોદીની સલાહ લઈ રહ્યાં છે. તેમના પિત્રાઈ ભાઈ અને ગોદરેજ સમૂહના ચેરમેન આદિ ગોદરેજ તથા ગોદરેજ એગ્રોવૈટના ચેરમેન નાદિર ગોદરેજ બેંકર ઉદય કોટક અને સિરિલ અમરચંદ મંગલદાસ સાથે સંકળાયેલા સિરિલ શ્રોફની સલાહ લઈ રહ્યાં છે.

વિક્રોલીની જમીન પર જો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વિક્સિત કરવામાં આવે, તો તેની કિંમત અંદાજે એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ વિસ્તારમાં માત્ર જમીનની કિંમત પ્રતિ એકર 20 કરોડ રૂપિયાની આસપાસ છે.

શું છે વિવાદ
પરિવારમાં ખાસ કરીને જમીનોના વિકાસને લઈને મતભેદ છે. જમશીદ ગોદરેજનો પરિવાર ઈચ્છે છે કે, આ જમીન પર મોટો રિયલ એસ્ટેટ વિકાસના કરવામાં આવે. જ્યારે નાદિર ગોદરેજનો પરિવાર ઈચ્છે છે કે, આ જમીન પર રિયર એસ્ટેટનો ભરપૂર વિકાસ થાય. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, આ અંગે બન્ને પરિવારો સાથે નિવેદન રજૂ કરશે.

1.2 લાખ કરોડનું ગ્રુપ
ગોદરેજ ગ્રુપ (Godrej Group) 122 વર્ષ જૂનું છે. 1897માં યુવા પારસી વકીલ આર્દેશર ગોદરેજે એક તાળાં કંપની સાથે ગોદરેજની શરૂઆત કરી હતી. ગોદરેજ ગ્રુપમાં 5 કંપનીઓ છે. ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્જ્યુમર, ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એસ્ટેક લાઈફ સાયન્સ. આ તમામની બજારમાં મૂડી અંદાજે 1.2 લાખ કરોડ રૂપિયાની છે. ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજ છે. આ ગ્રુપ સાબુ થી લઈને રિયલ એસ્ટેટ સુધીના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

શું છે ગોદરેજ પરિવાર
ગોદરેજ પરિવારમાં ચેરમેન આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર ઉપરાંત પિત્રાઈ રિશદ, જમશીદ, સ્મિતા ગોદરેજ વગેરે છે. આ સિવાય તેમના ત્રણ સંતાનો તાન્યા, નિસાબા અને પિરોજશા ગોદરેજ છે. નાદિરના પણ ત્રણ સંતાનો છે. જમશીદના બે સંતાનો રાઈકા અને નવરોજ, જ્યારે સ્મિતાના બે સંતાનો ફ્રેયાન અને નિરિકા ગોદરેજ છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિય ભેદભાવો પર UGC સખ્ત