Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સંજીવ ભટ્ટ કેસ: જેમાં 2 વખત ગુજરાત સરકારે બચાવ્યા, તેમાં જ કેવી રીતે આજીવન કેદ થઈ?

સંજીવ ભટ્ટ કેસ: જેમાં 2 વખત ગુજરાત સરકારે બચાવ્યા, તેમાં જ કેવી રીતે આજીવન કેદ થઈ?

0
2402

27 ફેબ્રુઆરી, 2002. ગોધરા સ્ટેશનથી ઠીક બહાર સિગ્નલ ફાલિયા પર સાબરમતી એક્સપ્રેસના ચાર ડબ્બામાં આગ લગાવી દેવામાં આવી. એક દાવો તે પણ છે કે, આગ લગાવવામાં આવી છે. બહાર ઉભેલી ટ્રેન પર પથ્થરમારો કરી રહ્યાં હતા. પરિણામ- અયોધ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદની પૂર્ણાહૂતિ મહાયજ્ઞમાં હાજરી આપીને પરત ફરી રહેલા 59 લોકોને જીવતા સળગાવી દીધા. માનવતાને શર્મશાર કરનાર કારનામાં થયા. 2002માં થયેલ કોમી રમખાણોમાં સત્તાવાર આંકડાઓ અનુસાર 1,044 લોકોએ જીવ ગુમાવ્યા. ટીકા થઈ તો રાજ્યની નરેન્દ્ર મોદી સરકારે કહ્યું કે, તેમને પોતાના તરફથી કોઈ જ કસર છોડી નહતી. તે છતાં આરોપ લાગ્યા કે, ગુજરાત સરકારે કોમી રમખાણોને રોકવામાં જાણીજોઈને ઢીલ કરી હતી. 9 વર્ષ સુધી આની ચર્ચા ચાલતી રહી. પછી સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું સામે આવ્યું. 14 એપ્રીલ, 2011માં ગુજરાતમાં ફરજ બતાવી રહેલા એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ગોધરા કાંડની સાંજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે એક મીટિંગ થઈ હતી. આમાં કથિત રીતે મોદીએ કહ્યું હતુ- “હિન્દુઓને પોતાનો ગુસ્સો નિકાળવા દો

આ સોગંદનામું ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે દાખલ કર્યો હતો. રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાવાળી થ્યોરીને સૌથી વધારે બળ આ સોગંદનામાથી જ મળ્યો. 20 જૂન, 2019ના રોજ ગુજરાતની એક અદાલતે સંજીવ ભટ્ટને હત્યાના એક કેસમાં ઉંમરની સજા આપી. 1990માં જામનગર પોલીસની કસ્ટડીમાં ટોર્ચરના કારણે થયેલ આ મોતના કેસમાં સજા સાંભળતા સમયે સંજીવ કુમારે વધુ એક શબ્દ લાગી ગયો હતો- સસ્પેન્ડ.

સંજીવ ભટ્ટ દેશની સ્ટોરીમાં આજની તારીખમાં અમારા દેશના બે સૌથી શક્તિશાળી લોકોની સ્ટોરી સાથે ગુંચવાયેલ છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ. આ બંને પર અતીતમાં લાગેલ લગભગ દરેક આરોપના કિસ્સામાં અનિવાર્ય રૂપથી સંજીવ ભટ્ટનો ઉલ્લેખ આવે છે. તેથી તે પ્રશ્ન વધારે વજન રાખે છે કે, સંજીવ ભટ્ટ કોણ છે? એક એવો આઈપીએસ ઓફિસર જે કોઈથી પણ ડરતો નહતો.

લોકસભા ચૂંટણી પછી ગાયબ છે બિહારના ડેપ્યુટી સીએમ, શોધી લાવનારને 5100નું ઇનામ

આઈપીએસ બન્યા પહેલા સંજીવ ભટ્ટનો પરિચય આઈઆઈટિયનનો હતો. 1985માં તેમને આઈઆઈટી બોમ્બેમાં એમટેકનો અભ્યાસ કર્યો. પછી આઈપીએસની પરીક્ષા પાસ કરી. ટ્રેનિંગ પૂરી થવા પર કેડર મળ્યું ગુજરાત. બેન્ચ-1999. પોતાના સસ્પેન્ડેડ સુધી સર્વિસનો લગભગ પૂરો સમય તેમને ગુજરાતમાં જ વિતાવ્યા. ઢગલા બંધ વિવાદોમાં રહ્યાં. કરિયરમાં એટલી બધી ઈન્કવાયરીઓનો સામનો કર્યો કે, 10 વર્ષ સુધી પ્રમોશન રોકાયલો રહ્યો. 2007 આવવા સુધી ભટ્ટના ઘણા બધા સાથી આઈજી થઈ ગયા હતા, પરંતુ તેઓ એસપી જ રહ્યાં. ગુજરાતથી બહાર દુનિયાએ ભટ્ટને તેમના ચર્ચિત સોગંદનામા બાદ ઓળખ્યા. તો પરત તે સ્ટોરી પર આવીએ.

2002માં સંજીવ ભટ્ટને ઈન્ટેલિજેન્સ અને વીવીઆઈપી સિક્યોરીટી જવાબદારી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિક્યોરિટી કવર સંજીવ ભટ્ટને જ રિપોર્ટ કરતો હતો. 27 ફેબ્રુઆરી, 2002ના સવારે શું થયું, તે બધા જ જાણે છે. ચર્ચા સાંજની ઘટનાઓને લઈને છે. સંજીવ ભટ્ટ રાજીનામા અનુસાર, 27 ફેબ્રુઆરી, 2002ની સાંજે મુખ્યમંત્રીના ઘરે મીટિંગ થઈ હતી. જોકે, તપાસ માટે બનેલ એસઆઈટીએ સંજીવના દાવાઓને નિરાધાર ગણાવ્યા હતા. રૂમમાં જે લોકોના હોવાની વાત સંજીવે કહી હતી, તેમને પણ ઈન્કાર કરી દીધો. રાજીનામા પર ગુજરાત પોલીસના જે કોન્સ્ટેબલે હસ્તાક્ષર હતા, તેને પાછળથી કહ્યું, ભટ્ટે દબાણ નાંખીને હસ્તાક્ષર કરાવ્યા હતા. સંજીવ ભટ્ટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જેટલા આરોપ લગાવ્યા તે સુપ્રીમ કોર્ટમાં ટક્યા નહીં.

પરંતુ મીટિંગની વાત કરનાર સંજીવ ભટ્ટ એકલા વ્યક્તિ નહતા. ભટ્ટ ઉપરાંત ઓછામાં ઓછા વધુ એક વ્યક્તિએ મોદીના ઘરમાં થયેલ મીટિંગનો ઉલ્લેખ કર્યો હતો- ભાજપા નેતા અને ગુજરાત સરકારમાં રેવન્યૂ મીનિસ્ટર હરેન પંડ્યા. સરકારી રિપોર્ટ ઉપરાંત ગુજરાત રમખાણો ઉપર વધુ એક રિપોર્ટ તૈયાર થયો. પીપલ્સ યૂનિયન ફોર સિવિલ લિબર્ટીઝ જેવા ગેર સરકારી સંગઠનોએ આ ટ્રાઈબ્યૂનલ બનાવી હતી. સમાજસેવીઓ અને રિટાયર્ડ પોલીસ અધિકારીઓ ઉપરાંત આના સભ્ય ત્રણ સેવાનિવૃત જજ પણ હતા.

* જસ્ટિસ વીઆર કૃષ્ણા અય્યર (સેવાનિવૃત જજ, સુપ્રીમ કોર્ટ)
* જસ્ટિસ પીબી સાવંત (સેવાનિવૃત જજ, સુપ્રીમ કોર્ટ)
* જસ્ટિસ હોસબેટ સુરેશ (સેવાનિવૃત જજ, સુપ્રીમ કોર્ટ)

હરેન પંડ્યાએ આ ટ્રાઈબ્યૂનલ સામે મોદીએ અહીં થયેલ મીટિંગનો ઉલ્લેખ કર્યો હતો. ઓગસ્ટ 2002માં પંડ્યાએ સમાચાર મેગેજિન આઉટલૂકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નિવેદન આપ્યાની વાત કબૂલ કરી હતી. 19 નવેમ્બર 2007માં આઉટલૂક મેગેજિનમાં છપાયેલ એક બીજી રિપોર્ટમાં જસ્ટિસ હોસબેટે પણ કબૂલ કર્યુ હતુ કે, પંડ્યાએ આ નિવેદન આપ્યું હતું. ઓક્ટોબર 2011માં ઈન્ડિયન એક્સપ્રેસ સમાચારમાં છપાયેલ લીના મિશ્રાના રિપોર્ટ અનુસાર જેવી જ કોઈ મંત્રીની ટ્રાઈબ્યૂનલ સામે રજૂ થવાની વાત લીક થઈ, મોદી સરકારે ઈન્ટેલિજન્સ પોલીસને આના વિશે માહિતી મેળવવાનું કહ્યું.

ઈન્ટેલિજન્સ વિભાગના ચીફ આર બી શ્રીકુમારે નાનવટી કમીશન સામે સાક્ષી આપી હતી કે, ઈન્ટેલિજન્સ શાખાને આ નિર્દેશ આપવામાં આવ્યા હતા. સાથે જ હરેન પંડ્યાના ફોનને ટેપ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. ઈન્ટેલિજેન્શ શાખામાં સંજીવ ભટ્ટ શ્રીકુમારને જ રિપોર્ટ કરતાં હતા. 26 માર્ચ, 2003માં હરેન પંડ્યાની હત્યા થયા બાદ સંજીવ એકમાત્ર વ્યક્તિ છે જેમને મીટિંગ વિશે સાર્વજનિક રીતે કોઈ દાવો કર્યો છે. ભટ્ટે નાનાવટી આયોગને આપેલ પોતાના નિવેદનમાં પણ મીટિંગનો ઉલ્લેખ કર્યો હતો.

શું ભાજપા તે ગંગા છે જેમાં ડૂબકી લગાવ્યા બાદ બધા જ પાપ ધોવાઈ જાય છે?

2011માં સંજીવ ભટ્ટનું રાજીનામું આવ્યું હતું. તે વર્ષે જ તેમને પરવાનગી વગર ડ્યુટીથી ગાયબ રહેવા અને સરકારી ગાડીઓનો દૂરપયોગના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ ભટ્ટ સમાચારથી બહાર થયા નહીં. કેમ કે, આવનાર વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી. સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ ચૂંટણી લડ્યા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ અમદાવાદની મણીનગર સીટ પરથી. ઓગસ્ટ 2015માં ભટ્ટ સેવાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ત્યાર બાદથી અત્યાર સુધી તેઓ સતત અદાલતની લડાઈઓમાં ફસાયેલા છે.

ગુજરાત હાઈકોર્ટને આપેલા પોતાના એક બીજા સૌંગદનામામાં ભટ્ટે દાવો કર્યો હતો કે, 2003માં જેલ સુપરિન્ટેડેન્ટના પદ પર હતા ત્યારે તેમના હાથમાં એવા પુરાવા લાગ્યા હતા, જેનો ઈશારો તે વાત તરફ હતો કે, પંડ્યાની હત્યા પાછળ ગુજરાતના સીનીયર નેતા અને પોલીસ ઓફિસર હતા. ભટ્ટનું કહેવું હતુ કે, તેમને આ પુરાવા ગુજરાતના ગૃહ મંત્રાલયને મોકલ્યા તો અમિત શાહે તેમને ફોન કરીને પુરાવા નષ્ટ કરવાનું કહ્યું હતું. સંજીવ ભટ્ટે ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટરોમાં અમિત શાહનો હાથ હોવાનો દાવો પણ કર્યો હતો, પરંતુ આ આરોપ અદાલતમાં સિદ્ધ થઈ શક્યા નહીં.

ભટ્ટના માત્ર સરકાર સાથે જ વિવાદ રહ્યાં હોય તેવું પણ નથી. એક મહિલા પત્રકારે ગુજરાતના રમખાણો પર પુસ્તક લખી. પુસ્તક વિશે 2017માં ભટ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પત્રકારના આઈપીએસ અધિકારીઓ સાથે નજીકના સંબંધ ધરાવે છે. ભટ્ટે દાવો કર્યો કે, રાજ્ય સરકાર પાસે આ વાતની જાણકારી હતી અને આ જાણકારીના આધાર પર ન માત્ર પુસ્તકની વિગતો બદલવામાં આવી, પરંતુ કથિત નકલી એન્કાઉન્ટરોના મામલાઓ પણ પ્રભાવિત થયા.

કયા કેસમાં ઉંમર કેદ થઈ છે ભટ્ટને

1990માં સંજીવ ભટ્ટ જામનગરના એડિશનલ એસપી હતા. તે દિવસોમાં લાલકૃષ્ણ અડવાણીની રામ રથ યાત્રા નિકળી રહી હતી અને દેશમાં માહોલ તણાવભર્યો હતો. 10 ઓક્ટોબર, 1990માં જામનગરમાં જામજોધપુર વિસ્તારમાં રમખાણો ફાટી નિકળ્યા હતા. ત્યારે સંજીવના નિર્દેશ પર લગભગ 133 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આમાં એક હતા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તા પ્રભુદાસ વૈષ્ણાની. 8 નવેમ્બર પ્રભુદાસને રિહા કરવામાં આવ્યા. જેલમાંથી છૂટ્યાના 11 દિવસ બાદ પ્રભુદાસની હોસ્પિટલમાં મોત થઈ ગયું. આરોપ લાગ્યો કે, પોલીસ કસ્ટડીમાં પ્રતાડિત કરવામાં આવ્યા હતા. તો પ્રભુદાસના ભાઈ અમૃતલાલ વૈષ્ણાનીએ સંજીવ ભટ્ટ સહિત પોલીસવાળાઓ વિરૂદ્ધ કેસ નોંધાવ્યો. અમૃતલાલનો આરોપ હતો કે, ભટ્ટ અને તેમના સાથી પોલીસવાળાઓએ પ્રભુદાસને એટલો માર માર્યો કે, તેમને ડોક્ટર બચાવી શક્યા નહીં.

લાખો રૂપિયા પગાર મળતો હોવા છતાં ધારાસભ્ય નીમાબેને સરકાર પાસેથી ત્રણ વખત લીધા મેડિકલ બિલ

ગુજરાત સરકાર- ક્યારેક હાં, ક્યારેક ના

આ કેસ રાજ્ય સીઆઈડીને આપવામાં આવ્યો હતો. 1992માં સીઆઈડીએ સીઆરપીસીની ધારા 197 હેઠળ રાજ્ય સરકાર ભટ્ટ અને બાકી પોલીસવાળાઓ વિરૂદ્ધ કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. 1995માં ગુજરાત સરકારે સેશન્સ કોર્ટમાં કહ્યું હતુ કે, જામનગરવાળા કેસમાં ભટ્ટની કાર્યવાહી સારી મંશા હતી. તેઓ પોતાની ફરજ બજાવી રહ્યાં હતા. તે પછી સરકારે સીઆઈડીને મામલામાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો. અદાલતે આ તર્કને ફગાવી દીધો અને ભટ્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનું કહ્યું. 1996માં સરકારે અદાલતમાં ફરીથી ભટ્ટના પક્ષમાં સોંગદનામું દાખલ કર્યું. 18 ઓગસ્ટ, 2011માં સમાચાર વેબસાઈટ ધ હિન્દૂ પર છપાયેલ સમાચાર અનુસાર જે દિવસ સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં રમખાણોથી સંબંધિત સોંગદનામું દાખલ કર્યું તે દિવસે જ ગુજરાત સરકારે 1996માં દાખલ પોતાનું સોગંદનામુ પરત લઈ લીધું. આને ભટ્ટ વિરૂદ્ધ જામજોધપુરવાળા કેસ શરૂ કરવા માટે રસ્તો સાફ કરી દીધો.

મામલમાં ફરિયાદીએ 300 સાક્ષીનો ઉલ્લેખ કર્યો હતો, જેમાંથી 32 સાક્ષીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. 2019માં ભટ્ટના વકિલે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતુ કે, આ સાક્ષીઓના નિવેદન લેનારા પોલીસ અધિકારીઓમાંથી એકપણ અદાલતમાં રજૂ થયા નથી. હાઈકોર્ટમાં ભટ્ટે આ કેસમાં વધુ 40 લોકોની સાક્ષીની માંગ રાખી હતી. જોકે, હાઈકોર્ટમાં તે સામે આવ્યું કે, 40માંથી કેટલાક સાક્ષીઓના દેહાંત થઈ ગયા છે અથવા તો અદાલતમાં આવીને ગવાહી આપવાની સ્થિતિમાં નથી. એપ્રિલ 2019માં અમૃતલાલ વેષણાનીની અરજી પર ગુજરાત હાઈકોર્ટે આ કેસ પર રોજ સુનાવણીનો આદેશ આપ્યો. આ વર્ષે જ જૂન મહિનામાં ભટ્ટ સુપ્રીમ કોર્ટમાં ગયા. કહ્યું, 11 લોકોની ગવાહી કરાવી લો. તે માંગ પણ ફગાવી દેવામાં આવી. હવે નિર્ણયનો દિવસ હતો.

કોર્ટે શું નિર્ણય આપ્યો?

જામનગરના જિલ્લા અને સત્ર અદાલતે મામલામાં બે પોલીસવાળાઓને હત્યાના દોષી માન્યા છે- સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહ જાલા. આ બંનેને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. બાકીના આરોપીઓને આઈપીસીની ધારા 323 અને 506 હેઠળ કસ્ટડીમાં ટોર્ચર અને ત્રાસ આપવાના દોષી માનવામાં આવ્યા છે. આ દોષીઓની સજાની જાહેરાત કરવાની બાકી છે.

વધુ એક કેસ, ગુજરાત સરકારનો વધુ એક સોગંદનામુ

ભટ્ટની જટિલ સ્ટોરી સમજવામાં વધુ એક કેસ કામનો છે. તે કેસ, જેના કારણે જેમનું હાલનું સરનામું પાલનપુર જેલ છે. 30 એપ્રીલ, 1996માં તેમને બનાસકાંઠા એસપી રહ્યા દરમિયાન એક વકિલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી. આરોપ લગાવ્યો કે, પાલનપુરની એક હોટેલમાં સુમેરસિંહના રૂમમાંથી 1.15 લાખનું અફીણ મળી આવ્યું. પાછળથી બનાસકાંઠા પોલીસે સુમેરસિંહને કેસમાંથી છોડી મૂકવા માટે ભલામણ કરી દીધી, પરંતુ રાજસ્થાન પોલીસની તપાસમાં સામે આવ્યું કે, સુમેરસિંહને બનાસકાંઠા પોલીસે પાલીથી ઉઠાવ્યો હતો. રાજસ્થાન પોલીસે તે પણ આરોપ લગાવ્યા કે, અફીણવાળો પ્લાન સંજીવ ભટ્ટે ગુજરાત હાઈકોર્ટના તત્કાલિન જજ આર જૈનના ઈશારા પર અંજામ આપ્યો હતો. જેથી રાજપુરોહિત પર પાલીની એક વિવાદીત પ્રોપર્ટી ખાલી કરવાને લઈને દબાણ બનાવી શકાય. આ મામલામાં આરોપી રહેલ બનાસકાંઠા પોલીસના તત્કાલીન ઈન્સ્પેક્ટર આઈબી વ્યાસે 1999માં ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાં સારી રીતે તપાસ માટે અરજી કરી હતી. આ કેસમાં ભટ્ટની ધરપકડ સપ્ટેમ્બર 2018માં થઈ અને ત્યારથી તેઓ કસ્ટડીમાં છે.

જામનગરવાળા કેસની જેમ જ આ મામલામાં પણ ગુજરાત સરકાર સેશન્સ કોર્ટમાં ભટ્ટનો પક્ષ લઈ ચૂકી છે. રાજ્ય સરકારે 1999-2000માં ભટ્ટ વિરૂદ્ધ આરોપ ખત્મ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પાછળથી રાજ્ય સરકારે સોગંદનામુ પરત લઈ લીધું, જેના કારણે ભટ્ટ વિરૂદ્દ ફરીથી કેસ ખુલી ગયો. ભટ્ટે દાવો કર્યો કે, જ્યારથી તેમને 2002માં ગુજરાત સરકારની ભૂમિકા પર બોલવાનું શરૂ કર્યું, ત્યારથી સરકારનું વલણ બદલાયું છે.

સંજીવ ભટ્ટની સ્ટોરી એટલી ગુંચવણભરી છે કે, તેના બધા જ પાસા એક વખતમાં ચકાસી શકાય નહીં. જેમ-જેમ તથ્ય સામે આવતા જાય છે, તથ્ય અને કલ્પના વચ્ચેની લાઈન જાંખી થતી જાય છે. હાલમાં તો આપણે સંજીવ ભટ્ટ વિશે અન્ય કોઈ ટીપ્પણીઓ કરી શકીએ નહીં પરંતુ હવે તે સ્વીકારી લેવું જોઈએ કે, અદાલતમાં સંજીવ ભટ્ટ હત્યાના દોષી ઠર્યા અને તેમને ઉંમરકેદની સજા સંભળાવી દેવામાં આવી છે. આમ લોકો તો રાજનીતિથી ઢંકાયેલા પડદા પાછળનું સત્ય પણ જાણે જ છે.