Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > CID ક્રાઇમના એડિશનલ ડીજી સંજય શ્રીવાસ્તવને ગુપ્તચર વિભાગનો હવાલો સોપાયો

CID ક્રાઇમના એડિશનલ ડીજી સંજય શ્રીવાસ્તવને ગુપ્તચર વિભાગનો હવાલો સોપાયો

0
591

રાજ્ય ગુપ્તચર વિભાગના વડા એડિશનલ ડીજી મનોજ શશીધરને રાજ્ય સરકારે છુટા કરી દીધા છે. જેમની જગ્યાનો વધારાનો હવાલો સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજી સંજય શ્રીવાસ્તવને સોપવામાં આવ્યો છે. આ ઉપરાંત જીઇબીના ચીફ વિજિલન્સ ઓફિસરનો વધારાનો હવાલો વડોદરા શહેરના જોઇન્ટ સીપી ક્રાઇમ કેજી ભાટીને આપવામાં આવ્યો છે.

રાજ્ય ગુપ્તચર વિભાગના વડા એડિશનલ ડીજી મનોજ શશીધરની બદલી દિલ્હી સીબીઆઇમાં કરવામાં આવી છે. આ સમાચાર સૌ પ્રથમ વખત ગુજરાત એક્સક્લૂઝીવમાં જ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ગુજરાત એક્સક્લૂઝીવમાં મનોજ શશીધર દિલ્હી સીબીઆઇમાં પ્રતિનિયુક્તી પર જાય છે તે અહેવાલ છાપ્યાના 6 દિવસ બાદ કેન્દ્ર સરકારે તેમનો હુકમ 19 જાન્યુઆરીએ કર્યો હતો. ગુજરાતના આઇપીએસ મનોજ શશીધર હશે. રાજ્ય ગુપ્તચર વિભાગના વડા ઉપરાંત વડોદરામાં આવેલી જીઇબીના ચીફ વિજિલન્સ ઓફિસરનો પણ વધારાનો હવાલો તેમની પાસે હતો.

શનિવારે રાજ્યના ગૃહ વિભાગે મનોજ શશીધરને ગુજરાતમાંથી છુટા કરી દીધા છે અને તેમની જગ્યાએ વધારાનો હવાલો 1987 બેન્ચના એડિશનલ ડીજી સંજય શ્રીવાસ્તવને સોપવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમના સંજય શ્રીવાસ્તવને રાજ્યના ગુપ્તચર વિભાગના વડાનો હવાલો ઉપરાંત કોમ્યિનિકેશનનો પણ વધારાનો હવાલો આપ્યો છે. આમ રાજ્ય સરકારે તેમણે બે જગ્યાનો વધારાનો હવાલો સોપ્યો છે. જ્યારે વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ કેજી ભાટીને જીઇબીના ચીફ વિજિલન્સ ઓફિસરનો (CVO) ચાર્જ સોપ્યો છે.

ડેન્ટલમાં ભણતી ગાંધીનગરની દીકરીની વ્યથા: સસ્તુ શિક્ષણ માંગનાર અરાજક નહી, દેશના જરૂરતમંદ લોકો છે