Gujarat Exclusive > રાજનીતિ > ‘હમ કો તો બસ તલાશ નયે રાસ્તે કી..!’ કંઈ તરફ ઈશારો કરી રહ્યું છે સંજય રાઉતનું ટ્વીટ?

‘હમ કો તો બસ તલાશ નયે રાસ્તે કી..!’ કંઈ તરફ ઈશારો કરી રહ્યું છે સંજય રાઉતનું ટ્વીટ?

0
172

મુંબઈ: એન્ટાલિયા કેસ અને સચિન વાજે પ્રકરણમાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહના લેટર બોમ્બથી મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. પરમવીર સિંહે પોતાના પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ ઉદ્ધવ સરકારના પાયા હચમચી ગયા છે. ખુદ અનિલ દેશમુખની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે શાયરાના અંદાજમાં ટ્વીટ કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાઉતના આ ટ્વીટને મહારાષ્ટ્રની રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. Sanjay Raut Tweet 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એક શાયરી ટ્વીટ કરી છે. જેમાં રાજનીતિ સંદેશ છૂપાયો હોઈ શકે છે. રાઉતે જાવેદ અખ્તરનો એક શેર ટ્વીટ કર્યો છે .જેમાં લખ્યું છે કે, “હમ કો તો બસ તલાશ નયે રાસ્તો કી હૈ, હમ હૈ મુસાફિર એસે જો મંજિલ સે આયે હૈ. ”

જો કે આ ટ્વીટનો રાજકીય અર્થ છે કે કેમ? તે તો સંજય રાઉત જ જણાવી શકે છે. ભલે શિવસેના સાંસદે પોતાના ટ્વીટમાં સ્પષ્ટ રીતે કશું જ ના લખ્યું હોય, પરંતુ આવા સમયે જ્યારે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે અને તેના ભાવિ પર સવાલ ઉઠી રહ્યાં છે. એવામાં આ શાયરીમાં કોઈ ભાવિ છૂપાયો હોવાની શક્યતા નકારી શકાય નહીં. Sanjay Raut Tweet 

આ પ્રથમ વખત નથી, જ્યારે સંજય રાઉતે આ પ્રકારનું ટ્વીટ કર્યું હોય. અગાઉ ખેડૂત આંદોલન દરમિયાન પણ એક ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, “તુફાન સે જ્યાદા કશ્તિયા ડૂબ જાતી હૈ અને ઘમંડ જ્યાદા હો, તો હસ્તિયા ડૂબ જાતી હૈ”

આ પણ વાંચો: અમદાવાદ: મુસાફરોના ખિસ્સા ખંખેરતા રિક્ષા ચાલકો પર તવાઈ, વધુ ભાડુ વસૂલે તો 1095 પર ફોન કરો Sanjay Raut Tweet 

ઉલ્લેખનીય છે કે, મુંબઈના પૂર્વ પોલીક કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું છે કે, ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવા કહ્યું હતુ. અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને બાર, રેસ્ટોરન્ટ સહિત અન્ય ઠેકાણેથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરવા જણાવ્યું હતું.

પોતાના આરોપ પર અનિલ દેશમુખે કહ્યું છે કે, એન્ટાલિયા કેસ અને મનસુખ હિરેન કેસમાં સચિન વાઝેનું સીધુ કનેક્શન સામે આવી રહ્યું છે. પરમવીર સિંહને ડર છે કે, તપાસનો રેલો મારા સુધી પહોંચી જશે. આથી તેમણે ખુદને બચાવવા માટે ખોટા આરોપ લગાવ્યા છે. Sanjay Raut Tweet 
 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat