Gujarat Exclusive > યુથ > મનોરંજન > સંજય દત્તે કેન્સર સામે જીત્યો જંગ, પરિવાર, મિત્રો અને ચાહકોનો માન્યો આભાર

સંજય દત્તે કેન્સર સામે જીત્યો જંગ, પરિવાર, મિત્રો અને ચાહકોનો માન્યો આભાર

0
143

નવી દિલ્હી: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તે (Sanjay Dutt)કેન્સર સામેની લડાઈ જીતી લીધી છે. દિવાળી પહેલા સંજય સાજા થયાના સમાચારના કારણે તેમના ફેન્સ વચ્ચે ખુશીની લહેર જોવા મળી રહી છે. સંજયે પોતે ટ્વીટ કરી આ જાણકારી ચાહકો સાથે શેર કરી છે. તેણે ટ્વીટમાં પોતાના પરિવાર, મિત્રો અને બધા ફેન્સનો આભાર માન્યો છે.

સંજય દત્તે લખ્યું કે,

“છેલ્લા કેટલાક સપ્તાહ મારા અને મારા પરિવાર માટે ઘણાં મુશ્કેલ રહ્યા હતા. પણ જેમ કે કહેવામાં આવે છે કે ઈશ્વર સૌથી કઠણ લડાઈ સૌથી મજબૂત યૌદ્ધાને આપે છે અને આજે હું મારા પુત્રના જન્મદિવસના ખાસ પ્રસંગે હું આ જંગ જીતી ઘણો ખુશ છું અને તેને સર્વશ્રેષ્ઠ ઉપહાર આપવા સક્ષમ છું. આ બધુ તમારા બધાના વિશ્વાસ અને સમર્થન વગર સંભવ ના હતું. હું આભારી છું મારા પરિવાર, મિત્રો અને એ બધા ચાહકોનું જેઓ મારી સાથે ઉભા રહ્યા. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.”

આ પણ વાંચો: રિયાના ભાઈ પછી બોલિવૂડ સ્ટારની ગર્લફ્રેન્ડનો ભાઈ એનસીબીના સકંજામાં

સંજય દત્તે પોસ્ટમાં આગળ લખ્યું કે,

“હું ખાસકરીને ડોક્ટર સેવાંતી અને તેમની ટીમનો આભારી છું, નર્સ અને કોકિલાબેન હોસ્પિટલના બાકી મેડિકલ સ્ટાફ, જેમણે મારી છેલ્લા કેટલાક સપ્તાહથી સાર-સંભાળ રાખી. વિનમ્ર અને આભારી છું. આ સમાચારને શેર કરતા મારું હ્રદય આભારથી ભરી ગયું છે. હાથ જોડી તમારા બધાનો આભાર.”

આ પણ વાંચો: કૉમેડીથી ભરપુર ફિલ્મ ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ, રાજકુમાર રાવ-અભિષેક મચાવશે ધમાલ

સંજ્ય દત્ત (Sanjay Dutt)ને ફેફસાનું કેન્સર હતું

અત્રે ઉલ્લેખનીય છે કે બોલીવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt)ને ફેફસાનું કેન્સર થયું હતું. તેને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેને લંગ કેન્સરનું નિદાન થયું હતું. અટકળો વચ્ચે તેણે 11 ઓગસ્ટે પોતે ટ્વીટ કરી પોતાની મેડિકલ કન્ડિશન અંગે જણાવ્યું હતુ અને કહ્યું હતુ કે તે પોતાની સારવાર માટે થોડા સમય માટે બ્રેક લઇ રહ્યો છે.