Gujarat Exclusive > યુથ > મનોરંજન > શ્વાસ લેવામાં તકલીફ થતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ

શ્વાસ લેવામાં તકલીફ થતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ

0
106

બોલીવુડ અભિનેતા સંજય દત્તની તબીયત બગડી છે.

ત્યારબાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંજય દત્તને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી.

પરંતુ તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

હાલમાં સંજય દત્તને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

બધુ બરાબર રહ્યું તો કાલે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: અભિષેક 26માં દિવસે પણ હોસ્પિટલાઇઝ, અમિતાભે જુસ્સો વધાર્યો, “ધનુષ ઉઠા, પ્રહાર કર…”

મહત્વનું છે કે સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર રહી રહ્યો છે.

લોકડાઉનના સમયથી માન્યતા બંન્ને બાળકો શહરાન તથા ઇકરાની સાથે દુબઈમાં છે અને ત્યાંથી પરત આવ્યા નથી.

સંજય દત્ત ઘણા સમયથી પોતાના પરિવારને મિસ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ફેમેલી સાથે ફોટો પોસ્ટ કરીને પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યો છે.

થોડા દિવસ પહેલા તેણે પત્ની માન્યતાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.

હાલ ચિંતાની વાત નથી કારણ કે તેને કોરોના નેગેટિવ છે.

આખરે 28 દિવસ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુંબઇઃ બોલીવૂડ અભિનેતા અને અમિતાભ બચ્ચનના પુત્ર એભિષેક બચ્ચન (Abhishek Bachchan) નો આખરે 28 દિવસ બાદ કોરોના રિપોર્ટ (corona report) નેગેટિવ આવ્યો. અભિષેકે ટ્વીટ કરી આ માહિતી આપી અને પોતાના ફેન્સનો આભાર માન્યો. આ સાથે સંપૂર્ણ બચ્ચન ફેમિલી કોરોના નેગેટિવ થઇ ગઇ છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કરી લખ્યું કે, વચન તો વચન જ હોય છે! આજે બપોરે મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. મેં તમને કહ્યું હતું ને કે હું આને હરાવી દઇશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારા સૌનો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટરો અનો નર્સિંગ સ્ટાફે જે પણ કર્યું તેના માટે હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું. શુક્રિયા.