Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘મુન્નાભાઇ’ સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

‘મુન્નાભાઇ’ સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

0
127
  • પત્ની માન્યતા, બંને બાળકો દુબઇમાં લોકડાઉનમાં ફસાયેલા છે
  • ટ્વીટ કરી ફેન્સ, ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો

મુંબઇઃ બોલીવૂડના મુન્નાભાઇ સંજયદત્ત (Sanjay Datt)ને હોસ્પિટલમાંથી મંગળવારે રજા આપી દેવાઇ.શ્વાસ લેવામાં તકલીફને કારણે બે દિવસ પહેલાં સંજયને લીલાવતી હોસ્પિટલ (Lilawati Hospital)માં દાખલ કરાયા હતા. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જો કે રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેને ડિસ્ચાર્જ અપાયો હતો.

હોસ્પિટલના રિપોર્ટ મુજબ સંજયને 8મીએ નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં સંજય દત્ત પરિવારથી દૂર છે. તેની પત્ની માન્યતા દત્ત અને બંને બાળકો દુબઇમાં લોકડાઉનમાં ફસાયેલા છે.

આ પણ વાંચોઃ શ્વાસ લેવામાં તકલીફ થતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ

હોસ્પિટલમાંથી રજા મળતા પહેલાં સંજય દત્તે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાં ફેન્સને માહિતી આપતા લખ્યું હતું કે,

“દરેકને કહેવા માંગુ છું કે હું સાજો થઇ રહ્યો છું. અત્યારે હું મેડિકલ ઓબ્ઝર્વેષનમાં છું અને મારો કોવિ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરો, નર્સો અને અન્ય મેડિકલ સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘરે હોઇશ.”

સંજયદત્તની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો ટુંકમાં જ તે ફિલ્મ સડક-2માં દેખાશે. ફિલ્મના પોસ્ટર રિલીઝ થઇ ગયા છે. સંજયે તેની કરિયરમાં નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં નામ, ખલનાયક, સાજન, વાસ્તવ, મુન્નાભાઇ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સંજયદત્તને વાસ્તવ (2000)માં પ્રદર્શન બદલ શ્રેષ્ઠ અભિનેતા અને પછી મુન્નાભાઇ MBBS માટે શ્રેષ્ઠ કોમિક રોલનો એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચોઃ આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા હવે 2021માં ક્રિસમસ પર રિલીઝ થશે