Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્યશાખાની એન્ટીવાઈરસ કામગીરી

અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્યશાખાની એન્ટીવાઈરસ કામગીરી

0
48
  • એક વર્ષમાં 7 લાખથી વધુ ઘર સેનિટાઈઝ કર્યા

  • “ચેઝ એન્ડ એલિમિનેટ”ની રણનીતિ અપનાવી ગામે-ગામ સેનીટાઇઝ કરતી ટીમ બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનનો કરે છે ઉપયોગ

ગાંધીનગર: અમદાવાદ જિલ્લા પંચાયતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના 7,39,736 ઘરોને છેલ્લા એક વર્ષમાં સેનીટાઇઝ કર્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતે ગત વર્ષે 3 મે ના રોજ એક સાથે 464 ગામ સેનીટાઇઝ કરી કોરોના નિયંત્રણની પ્રભાવક રીત અમલમાં મુકી હતી. સાણંદ, વિરમગામ, બાવળા, ધોળકા, ધંધુકા, બારેજા તાલુકા મથકો અને 464 ગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાની આશરે 34,59,560 વસ્તીને એન્ટિવાઇરસ કામગીરી – સેનીટાઇઝેશન થકી સુરક્ષીત કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના જણાવ્યા મુજબ જિલ્લાના કુલ 189 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 25 સુપરવાઈઝર અને મેલેરિયા શાખાના 10 કર્મીઓ છેલ્લા એક વર્ષથી માસ સેનીટાઈઝેશનની કામગીરીમાં જોડાયેલા છે. જરૂર પડ્યે આ કર્મીઓ રાજાના દિવસોમાં પણ ફરજ પર તૈનાત રહે છે.

જિલ્લા આરોગ્ય અધિકારી નરેન્દ્ર રાઠોડ જણાવે છે કે, બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનની મદદ વડે ગામે ગામ સેનીટાઇઝ કરતી ટીમ કોરોના વાઇરસ માટે ચેઝ એન્ડ એલિમિનેટની રણનિતી અપનાવે છે. અમદાવાદ જિલ્લા પંચાયત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સેનીટાઇઝેશન કામગીરી સંભાળે છે.

તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ એક ટીમને કોલ્ડુ ફોગર મશીન તથા બે નેપસેક પંપ સહિતના જરૂરી સાધનો ફાળવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળે કે તુરંત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જે-તે વિસ્તારમાં સેનીટાઇઝેશનની સમયસર કામગીરી કરવામાં આવે છે.

વિહીકલ માઉન્ટેડ મશીન એટલે કે વોટર કેનન ફોગર મશીનનો ઉપયોગ કરી જાહેર રસ્તા સેનીટાઇઝ કરાય છે. વોટર કેનન ફોગર મશીન 1000 લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી ધરાવે છે, જેમાં 1% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુગશન વાપરવામાં આવે છે. સેનીટાઇઝેશન કામગીરીથી વાયરસનો નાશ થાય છે. જે કોરોના અટકાયતી પગલાં માટેની એક અગત્યની કામગીરી છે.

કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. કોવિડ 19 દર્દીના ઘરમાં તથા ઘરની આજુબાજુ સેનીટાઇઝેશન એટલે કે જીવાણુનાશક દવાનો છંટકાવ એ સંક્રમણ ખાળવાનો કારગર ઉપાય છે. સેનીટાઇઝેશનથી વસ્તુ-જગ્યાની સપાટી(સરફેસ) પર રહેલા વાયરસનો નાશ થાય છે.

સેનિટાઇઝેશનના પ્રકારો કેટલા ?

સેનિટાઇઝેશન એટલે સરફેસ-સપાટી પર રહેલા બેકટેરીયા ,વાયરસ, ફંગી જેવા જીવાણુંઓનો નાશ કરવો. સેનીટાઇઝેશન ત્રણ રીતે કરવામાં આવે છે.

  • થર્મલ સેનીટાઇઝેશન – જેમાં ગરમી (હીટ) વડે જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.
  • રેડીએશન સેનીટાઇઝેશન- જેમાં અલ્ટ્રાવાયોલેટ(પારજાંબલી) વિકિરણો દ્વારા જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.
  • કેમીકલ સેનીટાઇઝેશન- જેમાં જીવાણુનાશક 1% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુવશન કેમીનો છંટકાવ કરી જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે. માસ સેનીટાઇઝેશનની કામગીરી માટે કેમીકલ સેનીટાઇઝેશન અત્યંત પ્રભાવક છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat