Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > સાનિયાની શાનદાર વાપસી, 2 વર્ષ બાદ કોર્ટમાં ઉતરતા જ જીત્યો ખિતાબ

સાનિયાની શાનદાર વાપસી, 2 વર્ષ બાદ કોર્ટમાં ઉતરતા જ જીત્યો ખિતાબ

0
297

2 વર્ષથી પણ વધુ સમયના બ્રેક બાદ ટેનિસ કોર્ટમાં વાપસી કરી રહેલી ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. સાનિયાએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી હોબાર્ટ ઇન્ટરનેશનલ WTA ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા ડબલ્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સાનિયાએ યૂક્રેનની પોતાની જોડીદાર નાદિયા કિચેનોક સાથે મળી ચીનની જોડીને ફાઇનલમાં હરાવી હતી.

સાનિયા અને નાદિયાએ ચીનની પેંગ શુઆઇ અને ઝેંગ શુઆઇની જોડીને સીધા સેટોમાં 6-4,6-4થી હરાવી હતી.

https://twitter.com/WTA/status/1218416529697538049

33 વર્ષની સાનિયા મિર્ઝાની કરિયરની આ 42મો WTA ખિતાબ છે. આ સાથે જ સાનિયાએ મહિલા ડબલ્સમાં 3 અને મિકસ્ડ ડબલ્સમાં પણ 3 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે. સાનિયા મિર્ઝા હવે સોમવારે 20 જાન્યુઆરીએ મેલબોર્નમાં શરૂ થનારા ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમમાં ઉતરશે.

સાનિયા અંતિમ વખત ઓક્ટોબર 2017માં ચાઇના ઓપનમાં ઉતરી હતી. તે બાદ પોતાના પુત્ર ઇજહાનના જન્મને કારણે સાનિયા 2 વર્ષ સુધી કોર્ટથી દૂર રહી હતી.મહત્વપૂર્ણ છે કે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ફટકો, રિષભ પંત બાદ આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત