સ્પોર્ટ્સ ડેસ્ક: સાનિયા મિર્ઝાએ પોતાના અંતિમ ગ્રાન્ડસ્લેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. મિક્સ ડબલ્સની ફાઇનલમાં સાનિયા અને રોહન બોપન્નાની જોડીએ 6-7, 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. સાનિયાએ પહેલા જ જાહેરાત કરી હતી કે આ તેનું અંતિમ ગ્રાન્ડસ્લેમ હશે. તે બાદ તે મહિલા સિંગલમાં બીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ ગઇ હતી અને મિક્સ ડબલ્સમાં ફાઇનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ સાનિયાનો વિજયી વિદાય લેવાનું સ્વપ્ન તૂટી ગયુ છે.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સની ફાઇનલમાં બ્રાઝીલની લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડીએ સાનિયા અને રોહન બોપન્નાની જોડીને 6-7, 2-6થી હરાવી હતી.
સાનિયા મિર્ઝાએ કારકિર્દીમાં ત્રણ મહિલા ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ અને ત્રણ મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા છે. જ્યારે બોપન્નાએ એક મિક્સ્ડ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. સાનિયા અને બોપન્નાની ભારતીય જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2023ની સેમિફાઇનલમાં દેસિરિયા ક્રાવ્ઝિક અને નીલ સ્કુપ્સકીને 7-6(5), 6-7(5), 10-6થી હરાવ્યાં હતાં. આ જોડીને ક્વાર્ટર ફાઈનલ મેચમાં વોકઓવર મળ્યો હતો.
The FIRST all-?? team to win a Grand Slam mixed doubles title!
Rafael Matos • @Luisa__Stefani • @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/Aw4UDtZsOP
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
ક્વાર્ટર ફાઇનલમાં પહોચવા માટે ભારતી. જોડીએ ઉરૂગ્વે અને જાપાની જોડી એરિયલ બેહાર અને મકાટો નિનોમિયાને 6-4,7-6(11-9)થી હરાવ્યા હતા.
ફાઇનલમાં લય ના જાળવી શક્યા સાનિયા-રોહન
આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચ પહેલા સાનિયા અને રોહન બોપન્નાની જોડી માત્ર એક સેટ હારી હતી. સેમિ ફાઇનલ મેચમાં આ જોડીને એક સેટમાં નજીકના અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ મેચમાં આ જોડી લયમાં નહતી અને સીધા સેટમાં હારીને ખિતાબ જીતતા ચુકી ગઇ હતી. બોપન્ના અને મેથ્યૂ એબડેનની મેન્સ જોડી પ્રથમ રાઉન્ડથી બહાર થઇ ગઇ હતી. સાનિયા અને કઝાખસ્તાનની અન્ના દાનિલિનાની જોડી મહિલા યુગલના બીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ હતી.
ભાવુક સાનિયા આંસુ ના રોકી શકી
હાર બાદ રોહન બોપન્નાએ સાનિયા મિર્ઝાને તેની શાનદાર કરિયર માટે શુભકામના પાઠવી હતી પરંતુ આ દરમિયાન સાનિયા પોતાના આંસુને રોકી શકી નહતી. બોપન્નાએ જણાવ્યુ કે સાનિયાએ દેશના અનેક યુવાઓને રમત પ્રત્યે પ્રેરિત કર્યા છે. જ્યારે બોપન્ના પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે સાનિયા ભાવુક બની ગઇ હતી અને તેની આંખમાંથી આંસુ છલકાઇ પડ્યા હતા.
ખુદને સંભાળતા સાનિયા મિર્ઝાએ માઇક પકડ્યુ હતુ અને તમામનો આભાર માન્યો હતો. સાથે જ વિજેતા જોડીને શુભકામના પાઠવી હતી. તે બાદ તેમણે કહ્યુ, ‘મારૂ પ્રોફેશનલ કરિયર મેલબોર્નથી જ 2005માં શરૂ થયુ હતુ. ગ્રાન્ડ સ્લેમ કરિયરને અલવિદા કહેવા માટે તેનાથી સારી જગ્યા નથી હોઇ શકતી, માફી માંગીશ (રડતા).’
સાનિયા મિર્ઝાએ આટલા ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા
આંસુ પુછતા સાનિયા મિર્ઝાએ કહ્યુ, “અહી જ્યારે સેરેના વિલિયમ્સ વિરૂદ્ધ રમી હતી તો 18 વર્ષની હતી. 18 વર્ષ પહેલા જ કેરોલિના વિરૂદ્ધ રમી હતી. અહી રમવુ હંમેશા મારી માટે સમ્માનની વાત રહી છે, આ મારા ઘર જેવુ છે.’
Advertisement