Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સાંડેસરા ગ્રુપનું કૌભાંડ PNB સ્કેમથી પણ મોટું: ED

સાંડેસરા ગ્રુપનું કૌભાંડ PNB સ્કેમથી પણ મોટું: ED

0
294

પ્રવર્તન નિર્દેશાલય (ED)એ જણાવ્યું કે, સ્ટર્લિંગ બાયોટેક લિમીટેડ (SBL)ના સાંડેસરા ગ્રુપનું (Sandesara Group) કૌભાંડ PNB કૌભાંડ (PNB Scam) કરતા પણ મોટું છે. ઈડીના (Enforcement Directorate) સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, શનિવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતની ફાર્મા કંપની SBLના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાએ ભારતીય બેંકો પાસેથી 14,500 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે, જ્યારે નીરવ મોદીએ (Nirav Modi) PNB પાસેથી 11,400 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી હતી.

વ્યવસાય માટે લોન લઈને અંગત ઉપયોગ
SBL અને પ્રમોટરો વિરૂદ્ધ CBIએ ઓક્ટોબર 2017માં ઠગાઈ અને 5,383 કરોડ રૂપિયાના બેંક ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના આધારે EDએ ફરિયાદ દાખલ કરી હતી. EDની તપાસમાં સામે આવ્યું કે, સાંડેસરા ગ્રુપની વિદેશોમાં સ્થિત કંપનીઓમાં પણ ભારતીય બેંકોની વિદેશી શાખાઓ મારફતે 9 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું કે, લોનની રકમનો ઉપયોગ અંગત કામ માટે કરવામાં આવ્યો છે. અનેક ભારતીય અને વિદેશી ફર્મોમાં રકમની હેરફેર કરવામાં આવી હતી. પ્રમોટર્સે ભારતીય બેંકો પાસેથી લીધેલ લોનની રકમ નાઈજીરિયાના તેલના વ્યવસાયમાં લગાવી અને કેટલીક રકમનો અંગત ઉપયોગ કર્યો.

ગત બુધવારે EDએ સાંડેસરા ગ્રુપની 9,778 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં નાઈજીરિયામાં ઓઈલ રિગ્સ, લંડનમાં એક જેટ અને આલિશાન ફ્લેટ સામેલ છે. SBLના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા પહેલાથી જ વિદેશ ફરાર થઈ ચૂક્યા છે.