Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > BREAKING: અમદાવાદ કલેક્ટર નિરાલાની ગૃહ સચિવ તરીકે બદલી, સંદિપ સાંગલે નવા કલેક્ટર

BREAKING: અમદાવાદ કલેક્ટર નિરાલાની ગૃહ સચિવ તરીકે બદલી, સંદિપ સાંગલે નવા કલેક્ટર

0
367

ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગે શનિવારે સાંજે પાંચ સનદીય અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા, જેમાં અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલાના સ્થાને તેમની જગ્યાએ નવા અમદાવાદ કલેક્ટર તરીકે બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાંગલેની નિમણૂક કરાઇ છે, ત્યારે કે.કે.નિરાલાને ગૃહ સચિવ તરીકે નિમણૂક આપી છે.

રાજય સરકારે આજે શનિવારે સાંજે પાંચ IAS અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા. સરકારે જે સનદીય અધિકારીઓની બદલી કરી તેમાં અમદાવાદના નવા કલેક્ટર તરીકે બનાસકાંઠાના કલેક્ટર સંદિપ જનાર્દન પંથ સાંગલેની નિમણૂક કરી છે. જયારે અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલાની ગૃહ સચિવ તરીકે નિમણૂક કરાઇ છે. અમદાવાદના તત્કાલીન કલેક્ટર કે.કે. નિરાલાની ગત નવેમ્બરમાં અમદાવાદ કલેક્ટર તરીકે નિમણૂક કરાઇ હતી.

આ પણ વાંચો: સત્તાની લાલસાઃ નિવૃત્તિ આવી છતાં વિનય કુમારને GSPCમાં ટકી રહેવું છે

પરતું તેમની 10 જ મહિનામાં બદલી કરી દેવામાં આવી છે. જમીન વિવાદમાં અમદાવાદના તત્કાલિન કલેક્ટર વિક્રાત પાંડેને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા હતા. તેમના પછી પાણી પુરવઠા બોર્ડમાંથી કે.કે. નિરાલાને અમદાવાદ કલેક્ટર બનાવ્યા હતા. હવે તેમની પણ બદલી થઈ છે અને તેમની જગ્યાએ 2007 બેચના બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાંગલેને અમદાવાદ કલેક્ટર બનાવ્યા છે.

આ ઉપરાંત પાટણ કલેક્ટર આનંદ બાબુલાલ પટેલને બનાસકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. રોજગાર તાલીમના ડાયરેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીને પાટણ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કલેક્ટર તરીકે ડેપ્યુટેશન પર ગયેલા આલોક કુમાર પાંડેની રોજગાર અને તાલીમના ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.