Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કામ ધંધો નહીં કરનાર નાના ભાઈને મોટાભાઈએ મોતને ઘાટ ઉતારી દીધો

કામ ધંધો નહીં કરનાર નાના ભાઈને મોટાભાઈએ મોતને ઘાટ ઉતારી દીધો

0
114

સાણંદના વાસણા ગામમાં નોકરી ધંધો નહીં કરનાર નાના ભાઈને મોટાભાઈએ તેના મિત્ર સાથે મળી મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ બનાવને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વાસણા ગામમાં ઉમા એસ્ટેટ પાસે ગત મોડી રાત્રે એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવની જાણ આસપાસના લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશની ઓળખ હાથ ધરી હતી. પોલીસને મૃતકનું નામ અને સરનામું મળતા તેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. આ અંગે પોલીસે પરિવારજનોની સઘન પુછપરછ હાથ ધરતા આ હત્યા તેના મોટા ભાઈએ કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં મુસ્લિમોને કઇ રીતે ત્રીજો રાજકીય વિકલ્પ આપશે?

પોલીસે મૃતકના મોટાભાઈ એવા આરોપી સંજય પરમાર ની અટકાયત કરી અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે તેનો નાનો ભાઈ એટલે કે મૃતક વિજય પરમાર કોઈ કામધંધો કરતો ન હતો. તેને કામ કરવા બાબતે કહેવામાં આવે તો તે બબાલ કરતો હતો.

હત્યાની રાત્રે પણ કંઈક આવું જ બન્યું હતું. જેથી સીમમાં અંધારા માં સંજય પરમાર અને તેના મિત્ર સંજુ રાયને મૃતક સાથે બોલાચલી થઈ અને મોઢા તથા શરીરના અન્ય ભાગોમાં પત્થર મારી દેતા યુવકનું મોત નીપજ્યું હતું. હાલ તો પોલીસે મૃતકના મોટા ભાઈ અને તેના મિત્ર ની ધરપકડ કરી છે. પણ સામાન્ય વાત માં સગા ભાઈની હત્યા નિપજાવનાર આરોપીને વધુમાં વધુ સજા મળે તેવા પુરાવા ભેગા કરી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9