Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > 6,000mAh બેટરી-64MP કેમરા સાથે Galaxy F41 ભારતમાં લોન્ચ, આ રીતે મળશે ઓફર

6,000mAh બેટરી-64MP કેમરા સાથે Galaxy F41 ભારતમાં લોન્ચ, આ રીતે મળશે ઓફર

0
107

નવી દિલ્હી: Samsung Galaxy F41 Launched: સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની સેમસંગે ભારતમાં Galaxy F41 ફોનને લોન્ચ કરી દીધો છે.

Galaxy F14ને બે પ્રકારના મોડલમાં લોન્ચ કર્યો છે. તેનું વેચાણ ભારતમાં 16 ઓક્ટોબરથી શરૂ થશે. તેને ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, સેમસંગ વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

Galaxy F41ની કિંમતની વાત કરીએ તો તમે તેના બેઝ વેરિયન્ટને 16,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ વેરિઅન્ટમાં 6GB રેમ સાથે 64GB સ્ટોરેજ છે. બીજો વેરિએન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે, તેની કિંમત 17,999 રૂપિયા છે.

Galaxy F41

Flipkart Big Billion Dyas Saleના માધ્યમથી તેને 1500 રુપિયા ડિસ્કાઉન્ટની સાથે વેચવામાં આવશે. આ ઓફર વેરિઅન્ટસ પર લાગુ હશે. આ સિવાય SBI કાર્ડ યુઝર્સને વેચાણ દરમિયાન 10%ની ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ પણ વાંચો: Apple iPhone 12 આ તારીખે થશે લોન્ચ, કંપનીએ કરી જાહેરાત

Galaxy F41 સ્પેસિફિકેશન અને સુવિધાઓ

Galaxy F41માં 6.4 ઇંચની એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે છે. તેમાં Infinity U પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં Exynos 9611 ઓક્ટાકોર પ્રોસેસર છે.

Galaxy F41માં Android 10 બેસ્ડ One UI આપવામાં આવ્યું છે. આ ફોનમાં રીઅર ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ ફોનની ડિઝાઇન ચળકતી છે અને ગ્રેડિએંટ બેક પેનલ આપવામાં આવી છે. તેને બ્લેક, બ્લુ અને ગ્રીન કલરના વેરિઅન્ટસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Infinix Hot 10માં છે 6GB રેમ અને 128GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફિચર્સ

Galaxy F41માં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. પ્રાઈમરી લેન્સ 64 મેગાપિક્સલનો છે. બીજો 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેંસિંગ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Galaxy F41

Galaxy F41ની બેટરી 6,000mAhની છે અને કનેક્ટિવિટિ માટે USB Type C આપવામાં આવ્યું છએ. આ સિવાય 15W ફાસ્ટ ચાર્જિંગ સ્પોર્ટ પણ આપવામાં આવ્યું છે.