Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > સેમસંગનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન Galaxy A42 5G લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

સેમસંગનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન Galaxy A42 5G લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

0
348

નવી દિલ્હી: સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગે એક અફોર્ડેબલ 5G સ્માર્ટફોન Galaxy A42 5G લોન્ચ કર્યો છે. તેમાં Qualcomm Snapdragon 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે.

અમેરિકન ચિપ મેકર Qualcommએ ગત મહિને જ Snapdragon 730G લોન્ચ કર્યું હતું. આ મિડ રેન્જ પ્રોસેસર છે જે 5G સપોર્ટ કરે છે.

Galaxy A42 5Gમાં 6.6 ઇન્ચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનના બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે.

Galaxy A42 5Gમાં 5,000mAhની બેટેરી આપવામાં આવી છે. આ ફોનમાં અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. આ ફોનને ત્રણ કલર વેરિઅન્ટ્સ બ્લેક, ગ્રે અને વ્હાઇટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આવી રહ્યો છે Oppoનો પ્રથમ Smart TV, પોપઅપ કેમેરા સહિત આકર્ષક ફિચર્સ

Galaxy A42 5Gમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનો છે, બીજો 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ છે, ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો છે, જ્યારે ચોથો લેન્સ 5 મેગાપિક્સલનો મેક્રો છે.

Galaxy A42 5Gમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન Android 10 બેસ્ડ સેમસંગના કસ્ટમ યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે.

Galaxy A42 5Gને કંપનીએ હાલ UKના બજારમાં લોન્ચ કર્યો છે. કિંમતની વાત કરીએ તો Galaxy A42 5Gની શરૂઆત 349 પાઉન્ડ (અંદાજે 33,307 રૂપિયા) છે. આ કિંમત પર આ સેમસંગનું સૌથી સસ્તુ 5G ફોન છે. ભારતમાં આ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભારતમાં આ સેગ્મેન્ટની માંગ વધી છે તો કંપની તેને એક-બે મહિનામાં લોન્ચ કરી શકે છે.