Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં દશેરાને લઈને AMC ફુડ વિભાગ દ્વારા ફાફડા-જલેબી અને બેસનના નમૂના લેવાયા

અમદાવાદમાં દશેરાને લઈને AMC ફુડ વિભાગ દ્વારા ફાફડા-જલેબી અને બેસનના નમૂના લેવાયા

0
44

દશેરાને લઈ અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા વિવધ વિસ્તારોમાં બનાવવામાં આવી રહેલા ફફડા અને જલેબીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જલેબી, ફાફડા, બેસન, તેલ સહિતના ખાદ્ય ચીજવસ્તુઓના નમુના લેવામાં આવ્યા.

ગાંધી રોડ ચંદ્ર વિલાસ રેસ્ટોરાં, સેટેલાઇટમાં ગીતા સમોસા હાઉસ, ચાંદલોડિયામાં ગોપી વેચાણ કેન્દ્ર, દિલ્હી ચકલા કરાંચી મીઠાઈ હાઉસ, નરોડામાં રાયપુર ભજીયા હાઉસ, બોડકદેવમાં ઇસ્કોન ગાંઠિયા, બોપલમાં સ્પે. અમદાવાદી નાયલોન ખમણ, શાહીબાગ મોહનજી સ્વીટ વગેરે જગ્યાએથી નમૂના લેવાયા છે. જેને ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દશેરાના 10 દિવસ બાદ તેનું પરિણામ આવશે.

આ અંગે ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, આજે જલેબી ફાફડાને લઈ ચેકિંગ કરવામા આવ્યું હતું. જેમાં 37 TPC મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફટી અંતર્ગત નિયમોના પાલન ન કરનાર કુલ 74 લોકોને નોટિસ આપવામાં આવી હતી. રૂ. 30500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. 332 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ પણ કરવામાં આવ્યો છે. જલેબીના 21, ફાફડાના 22, બેસન, રો મટિરિયલ અને પામોલિન તેલના 9 અને અન્ય 3 એમ કુલ 55 જેટલા નમૂના લેવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat