Gujarat Exclusive > દેશ-વિદેશ > સમીર વાનખેડેની મુશ્કેલી વધશે!, સાક્ષી પ્રભાકર સૈલે કહ્યુ- વસુલીમાં તે પણ સામેલ

સમીર વાનખેડેની મુશ્કેલી વધશે!, સાક્ષી પ્રભાકર સૈલે કહ્યુ- વસુલીમાં તે પણ સામેલ

0
47

મુંબઇ: મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી (Mumbai Cruise Drugs Party) કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના મુંબઇ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલી વધી શકે છે. સાક્ષી પ્રભાકર સૈલની નાર્કોટિંક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની વિજિલન્સ ટીમ પૂછપરછ કરી રહી ચે.

પ્રભાકર સૈલે NCBની વિજિલન્સ ટીમને આપેલા નિવેદનમાં સમીર વાનખેડેના ખંડણી માંગવાના ષડયંત્રમાં સામેલ થવાની વાત કહી છે.

NCBએ સૈલને સમ્મન જાહેર કર્યુ હતુ અને નિવેદન દર્જ કરાવવા માટે વિજિલન્સ ટીમ સામે હાજર થવાના આદેશ આપ્યા હતા. પ્રભાકર પોતાના વકીલ સાથે બાંદ્રા સ્થિત CRPFની મેસમાં બપોરે 2 વાગ્યે પહોચ્યો હતો. ક્રૂઝમાંથી ડ્રગ્સ મામલે લાંચની તપાસ કરી રહેલી NCBની વિજિલન્સ ટીમ સામે સૈલ પ્રથમ વખત હાજર થયો છે. ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહના નેતૃત્વમાં NCBની ટીમ સોમવારે દિલ્હીથી અહી પહોચી હતી.

NCBની SIT ટીમ પણ પ્રભાકરની કરી શકે છે પૂછપરછ

મહત્વપૂર્ણ છે કે પ્રભાકર સૈલના એડવોકેટ તુષાર ખંડારે અનુસાર, NCB પ્રભાકર સૈલનું નિવેદન દર્જ કરી રહી છે, તેમણે કહ્યુ કે આ સ્પષ્ટ રીતે ષડયંત્ર છે અને રમત પૈસા વસુલવા માટે કરવામાં આવી હતી. જેમાં એકલા સમીર વાનખેડે નથી. બની શકે છે કે NCBના અન્ય લોકો પણ સામેલ હોય. તુષાર ખંડારેએ કહ્યુ કે હવે અમને કહેવામાં આવી રહ્યુ છે કે NCBની સ્પેશ્યલ SIT ટીમ પણ પ્રભાકરની પૂછપરછ કરવા માંગે છે. અમે તેમણે પહેલા નોટિસ આપવા કહ્યુ છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ ઘટનામાં ફરિયાદ દાખલ કરે.

આ પણ વાંચો: ફડણવીસ ધમાકો ના કરી શક્યા, હું કાલે ફોડીશ હાઇડ્રોજન બોમ્બ: નવાબ મલિક

25 કરોડની વસુલી મામલે વાનખેડે વિરૂદ્ધ તપાસ

મહત્વપૂર્ણ છે કે આ મામલે જ્યારે સાક્ષી પ્રભાકર સૈલે મુંબઇ ઝોનના NCB ડિરેક્ટર સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દાવો કર્યો હતો કે આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માંગ થઇ હતી. આ ચોકાવનારા આરોપ બાદ જ વાનખેડે વિરૂદ્ધ તપાસ બેસાડવામાં આવી છે. તે આ કેસથી ખસી ગયા છે પરંતુ તે તપાસમાં મદદ કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat