Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ટીમ ઇન્ડિયા પર સૌ ફિદાઃ BCCI તરફથી 5 કરોડનું બોનસ, PMના અભિનંદન

ટીમ ઇન્ડિયા પર સૌ ફિદાઃ BCCI તરફથી 5 કરોડનું બોનસ, PMના અભિનંદન

0
63

નવોદિતોના જુસ્સાને સલામ, કાંગારુઓને તેમની ધરતી પર જ ધૂલ ચટાડી

નવી દિલ્હીઃ  ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન ટેસ્ટ અને સિરીઝ 2-1થી જીતીને ઈતિહાસ (Salute Team India) બનાવી દીધો છે. નવો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લગભગ બિન અનુભવી ખેલાડીઓના આ કારનામાથી સમગ્ર દેશવાસી ફિદા થઇ ગયા. ક્રિકેટ બોર્ડે ટીમ માટે 5 કરોડનું બોનસ જાહેર કર્યું તો વડાપ્રધાને અભિનંદન આપ્યા.

ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતથી BCCI પણ ખૂબ ખુશ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયા માટે ઈનામ તરીકે 5 કરોડના બોનસની જાહેરાત કરી છે.ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું કે,

“ઓસ્ટ્રેલિયામાં જઈને આ રીતે ટેસ્ટ સિરીઝ જીતવી તેને ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં હંમેશાં યાદ રાખવામાં આવશે. BCCIએ ટીમ ઈન્ડિયાને પાંચ કરોડ બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ જીતનું મહત્ત્વ કોઈપણ આંક કરતાં ઘણું વધારે છે. આ પ્રવાસના દરેક સભ્યને અભિનંદન….”

આ પણ વાંચોઃ પિતાનું નિધન, પ્રેક્ષકોની ગાળ સહન કરી…., આજે આખો દેશ સિરાજના સાહસને બિરદાવી રહ્યો છે

ગાંગુલી સિવાય બોર્ડના સચિવ જય શાહે પણ ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન (Salute Team India) અને બોનસની માહિતી આપી છે. લખ્યું છે કે યાદગાર છે, BCCI ભારતીય ટીમને બોનસ તરીકે રૂ. 5 કરોડ આપશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતની યુવા ટેસ્ટ ટીમે ઇતિહાસ રચ્યો છે. બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ કાંગારૂ ટીમને હરાવીને સિરીઝ પર કબજો (Salute Team India) કર્યો છે.

પાંચ દિવસ સુધી ચાલેલી રસપ્રદ મેચમાં ભારત તરફથી ઘણા ખેલાડીઓએ આવી રમત બતાવી. જેમણે મેચનો અભિગમ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. બ્રિસ્બેન ટેસ્ટને જીતવા માટે મહત્વપૂર્ણ પાસા(Salute Team India) કયા હતા. તેના પર એક નજર…………

1. નવોદિત ત્રિપુટીએ લીધી 3-3 વિકેટ

ભારતીય બોલિંગ આક્રમણના મુખ્ય બોલરો જ્યારે ઇજાગ્રસ્ત હોવાથી ટીમમાં ન હતા. ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં પા…. પા પગલી માંડી રહેલા ત્રણ નવોદિત ટી નટરાજ, શાર્દૂલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે ધારદાર બોલિંગ કરી ઓસ્ટ્રેલિયાને ઘૂંટણીએ ટેકવી દીધુ. તેમણે 3-3 વિકેટ લીધી.

પરીણામે એક તબક્કે 4 વિકેટે 200 રન કરનારા ઓસ્ટ્રેલિયા મોટો સ્કોર કરવાની સ્થિતિમાં હતું પરંતુ 369 રને પેવેલિયન ભેગુ થઇ ગયું.

2. શાર્દૂલ- સુંદરે પ્રથમ ઇનિંગ બચાવી

ભારતીય ટીમ જ્યારે પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા મેદાનમાં ઊતરી તો કાંગારૂઓએ સખત પડકાર આપ્યો હતો. જ્યારે ઉપરના બેટ્સમેન ઝડપથી આઉટ થયા ત્યારે વોશિંગ્ટન સુંદર અને શાર્દૂલ ઠાકુરની જોડીએ કમાલ કરી દીધી હતી. ભારતની 6 વિકેટ 186 રનમાં પડી ગઇ ત્યારે ડેબ્યુ મેચમાં જ મુખ્ય બોલર શાર્દૂલ અને સુંદરે ટીમ ઇન્ડિયાને ઉગારી.

તેમણે એવી મેચ રમી કે આખો દેશ જોશમાં આવી ગયો હતો. વોશિંગ્ટન સુંદરે 62 રન બનાવ્યા અને શાર્દૂલ ઠાકુરે 67 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ટેસ્ટ/શ્રેણી વિજય

3.  સિરાજ-શાર્દૂલે કાંગારુઓની કમર તોડી

બીજી ઇનિંગમાં જ્યારે કાંગારૂની ટીમ બેટિંગ કરવા આવી ત્યારે તેમની સામે પડકાર હતો કે ભારતીય ટીમને મોટું લક્ષ્ય આપવામાં આવે, પરંતુ, મોહમ્મદ સિરાજ, જે આ યુવા ટીમનો સૌથી સિનિયર બોલર છે તેણે કમાલ કરી દીધી હતી.

સિરાજે પોતાની શાનદાર બોલિંગમાં 73 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય શાર્દૂલ ઠાકુરે પણ ચાર વિકેટ સાથે કાંગારૂ ટીમની કમર તોડી નાખી હતી.

4. ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમા 300ની અંદર રોક્યા

પ્રથમ ઇનિંગની જેમ બીજી ઇનિંગમાં પણ નવોદિત બોલરોએ જુસ્સો દાખવ્યો અને ઓસ્ટ્રેલિયાને 294 રન પર અટકાવી દીધા. પરીણામે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 400 રનથી ઓછો લક્ષ્યાંક મળ્યો. આ ટાર્ગેટ પણ ગાબામાં અશક્ય જ હતો. છતાં ટીમે પાર કરી દેખાડ્યો

5. ઋષભ પંતની અડિખમ બેટિંગ Salute Team India news

બીજી ઇનિંગમાં, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા આપેલા લક્ષ્યનો પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે ભારત સામે ડ્રો અને જીત વચ્ચે કોઈ એકની પસંદગી કરવાનો પડકાર હતો. ઋષભ પંત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તે પોતાના અંદાજમાં જ ક્રિકેટ રમતો હતો અને તેણે અશક્યને શક્ય બનાવ્યું.

પંતે 138 બોલમાં શાનદાર 89 રન ફટકાર્યા હતા અને એકલા હાથે ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેક કરાયો.

આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત, પસંદગીકારો મુંઝવણમાં

6. વોલ-02 પુજારા કાંગારુ આક્રમણ સામે ટકી રહ્યો

વોલ-02 પુજારા કાંગારુ આક્રમણ સામે દિવાલ બનીને ઊભો રહ્યો, તેને 4 વખત ફાસ્ટરોના બોલ વાગ્યા. પેન કિલર લઇને પણ તેણે ક્રિઝ છોડી નહીં અને ભલે ધીમી પણ જરૂરી અડધી સદીની બેટિંગ કરી ભારત માટે એક છેડો સાચવી રાખ્યો. પુજારાએ 211 બોલમાં 56 રન બનાવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9