Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સલમાનની ફિલ્મ “હીરો”માં ‘વિલન’નો રોલ કરનાર સુરતનો વસીમ બિલ્લા રીયલ લાઇફનો ‘ખલનાયક’

સલમાનની ફિલ્મ “હીરો”માં ‘વિલન’નો રોલ કરનાર સુરતનો વસીમ બિલ્લા રીયલ લાઇફનો ‘ખલનાયક’

0
4690

2015માં આવેલી સુરજ પંચોલીની ફિલ્મ હિરોમાં સુરતનો પ્રખ્યાત આરોપી વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા વિલનના રોલમાં જોવા મળ્યો હતો.વસીમનું બોડી બિલ્ડીંગમાં સારું નામ હોય તેણે બૉલિવુડના ઘણા કલાકારો સાથે કામ પણ કર્યુ હતું. જયારે તેણે સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિતના મહાન બૉલિવુડ કલાકારો સાથે ફોટો પણ છે.

આદિત્ય પંચાલીના દિકરા સુરજ પંચોલીની 2015માં “હિરો” નામની એક ફિલ્મ આવી હતી જેમાં એક જેનું નામ ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડમાં જેકલીન અને સુરજ પંચોલીની સાથે વસીમ પણ જોવા મળ્યો હતો, આ ગીતમાં વસીમને વિલનનો રોલ આપવામાં આવ્યો હતો. ફિલ્મમાં વિલનનો રોલ કરતા કરતા વસીમ પોતાની જીંદગીનો વિલન બની ગયો હતો. સુરત શહેરમાં તાજેતરમાં વસીમ બિલ્લાએ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અને બિલ્ડરને ધમકી આપી તેમની પાસેથી 5 કરોડની ખંડણી માંગી હતી. આ ઉપરંત સુરતના સરદાર માર્કેટમાં એક લીંબુના વેપારીને જાહેરમાં માર પણ માર્યો હતો.

આ આરોપી સામે સુરતના વરાછામાં જમીન પર કબજો કરવાના ગુનો ઉપરાંત ખંડણી અને ધમકી આપવા અંગે વ્હોરા સમાજના અગ્રણી બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી અને સુરત શહેરમાંથી તેને તડીપાર કરી દેવામાં આવ્યો હતો.

આ આરોપી વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લાએ ઘણી એવી ટીવી સિરિયલમાં કામ પણ કર્યુ હતુ અને તેણે બોલીવુડના મહાન એકટરો સાથે ફોટા પણ પડાવ્યા હતા. ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજાવતા બિલ્લા સામે સુરત સહિત ઘણા વિસ્તારોમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા.

ગતરાત્રે વસીમ કાર લઈને નવસારીના છાપરા રોડ ખાતે ગયો હતો. વસીમ સાથે કોઈ સુરતના શખ્સ સાથે રૂ.5 કરોડની લેતીદેતીના મામલે ચારેક લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં જ મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને તેના પર કોઈ અજાણ્યા લોકોએ આઠ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. વસીમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ટૂંક સમયમાં જ તેનું મોત થયું હતું. રાત્રિના અંદાજે 10.45 વાગ્યાની ઘટના બાદ ગ્રામ્ય પોલીસે આવીને કાર્યવાહી શરૂ કરી હતી.

સુરતના પ્રખ્યાત બોડી બિલ્ડર વસીમ બિલ્લાની ગોળી મારી હત્યા