Gujarat Exclusive > રાજનીતિ > સલમાન ખુર્શીદે કોંગ્રેસનું ભવિષ્ય ભાખ્યુ, વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીની હાર નિશ્ચિત

સલમાન ખુર્શીદે કોંગ્રેસનું ભવિષ્ય ભાખ્યુ, વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીની હાર નિશ્ચિત

0
143

નવી દિલ્હી: પોતાના ચૂંટણી સોગંધનામામાં દલાલે લખ્યું છે કે, તેમના વિરૂદ્ધ ત્રણ ગુનાહિત કેસો નોંધાયેલા છે. ખાલિદ કેસ ઉપરાંત દલાલ પર બહાદૂર ગઢમાં હિંસા ફેલાવવાનો અને ભાજપની હેડ ઓફિસમાં ગાયનું કપાયેલુ માથુ લઈ જવા મામલે અનેક કલમો અંતર્ગત કેસ દાખલ થયા છે. ચૂંટણી પોસ્ટરમાં દલાલે પોતાના નામની આગળ ગૌ-રક્ષક પણ જોડ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે હવે પોતાની પાર્ટી અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજયથી બહાર નથી નીકળી શકી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, પાર્ટી ઓક્ટોબરમાં થનારી હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણી પણ હારશે. સલમાન ખુર્શીદે જણાવ્યું કે, પાર્ટી હાલ સંઘર્ષના સમયથી પસાર થઈ રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જીતવાની સંભવના ખૂબ જ ઓછી છે. આટલું જ નહી, તેમણે આગળ જણાવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી જ નહી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ એવા સ્તરે પહોંચી છે કે, તે પોતાનું ભવિષ્ય પણ નક્કી નથી કરી શકતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખુર્શીદેનું માનીએ તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય ઉતાવળમાં લીધો. જે બાદ તેમની માતા સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદ અંગે નિર્ણય લેવામાં આવશે.

સલમાન ખુર્શીદે જણાવ્યું કે, હવે પાર્ટીની સૌથી મોટી સમસ્યા નેતાઓનું પાર્ટી છોડવી છે. તેમની જણાવ્યા પ્રમાણે, પાર્ટીના લોકો હજુ પણ રાહુલ ગાંધી પર વિશ્વાસ ધરાવે અને તેમનું અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. ખુર્શીદના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી હવે માત્ર કોંગ્રેસના નવા અધ્યક્ષની રાહ જોઈ રહ્યા છે.

જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હરિયાણા અને મહારાષ્ટ્રમાં અશોક તંવર અને સંજય નિરૂપમે પાર્ટી વિરૂદ્ધ બળવો પોકાર્યો છે. અશોક તંવરે પાર્ટી છોડવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. સંજય નિરૂપમે તો ભવિષ્યવાણી કરી છે કે, 2-4 બેઠકોને બાદ કરીએ તો તમામ ઠેકાણે કોંગ્રેસના ઉમેદવારની ડિપોજીટ જપ્ત થઈ જશે.

એવામાં સવાલ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસમાં બધું ઠીક ચાલી રહ્યું છે? બે દિવસ પહેલા સંજય નિરૂપમે પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી હતી કે, રાહુલ ગાંધીના વિશ્વાસુ હોવાની તેમને સજા મળી રહી છે. અશોક તંવર પર રાહુલ ગાંધીની નજીકના નેતાઓમાંથી જ એક હતા. બીજી તરફ ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અજોય કુમારે પણ પાર્ટી સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તો શું કોંગ્રેસમાં રાહુલ ગાંધીની નજીકના નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે કે કેમ? આ પ્રશ્ન હાલ લોકોના મનમાં છે.

હરિયાણા ચૂંટણી: શિવસેનાએ ઉમર ખાલિદ પર હુમલાના આરોપીને આપી ટિકિટ