Gujarat Exclusive > યુથ > મનોરંજન > સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 25,000 મજૂરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે

સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 25,000 મજૂરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે

0
79

હવે બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારાઓ માટે 25,000 મજૂરોને આર્થિક મદદ પહોંચાડવા માટે આગળ આવ્યો છે. કોરોના લોકડાઉનના કારણે આ મજૂરોનો રોજગાર છીનવાઇ ગયો છે, જેના કારણે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પલ્યોઈઝ (એફડબ્લ્યૂઆઈસીઈ)ના અધ્યક્ષ એન તિવારીએ જણાવ્યું કે, સલમાન ખાને પોતાની એનજીઓ બિંગ હ્યૂમન ફાઉન્ડેશનથી આ મજૂરોની મદદ કરવા માંગે છે. સલમાને પોતે આ સંગઠનથી આને લઇને સંપર્ક કર્યો છે.

અલગ-અલગ રાજ્યોના મજૂરોને પડી રહી છે ભારે મુશ્કેલી

જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19ને ફેલાવવાથી રોકવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી છે. આના કારણે મજૂરોનો ધંધો-પાણી અને રોજગાર છીનવાઇ ગયું છે, જેથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બીએન તિવારીએ પીટીઆઈને જણાવ્યું કે, “બોલીવૂડના દૈનિક મજૂરોની મદદ માટે સલમાન ખાનનું એનજીઓ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન આગળ આવ્યું છે. સલમાન ખાને અમને ત્રણ દિવસ પહેલા ફોન કર્યો. બોલીવૂડમાં લગભગ 5 લાખ એવા લોકો છે, જેમાંથી 25000 લોકોને આર્થિક મદદની ખુબ જ જરૂરત છે. સલમાને એનજીઓને કહ્યું છે કે, તેઓ આ મજૂરોની મદદ કરશે. બિંગ હ્યૂમન આ મજૂરોના બેંક ડિટેલ માંગ્યા છે, જેથી તેમના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવી શકાય.”

બીએન તિવારીએ આગળ જણાવ્યું કે, બાકીના લગભગ 4 લાખ 75 હજાર લોકો પાસે અમારા પાસે પર્યાપ્ત રાશન છે. જોકે, લોકડાઉનના કારણે તેઓ તેમના સુધી રાશન પહોંચાડી શકી રહ્યાં નથી. અમે કોશિશ કરી રહ્યાં છીએ કે, અમે તેમના સુધી ગમે તે રીતે રાશન પહોંચાડી શકીએ. તિવારીએ કહ્યું કે, એફડબ્લૂઆઈસીઈ આ મજૂરોની મદદ કરવા માટે અન્ય પણ એક્ટર્સ અને ફિલ્મ મેકર્સ સાથે સંપર્ક કરી ચૂક્યું છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાતની પ્રથમ કોરોના પોઝિટિવ 21 વર્ષની રીટા થઇ સ્વસ્થ? જાણો શું કહ્યું?