Gujarat Exclusive > યુથ > મનોરંજન > સોનાક્ષીનો ઘટસ્ફોટ, કહ્યું-‘સલમાન ખાને ફિલ્મ પહેલા કરી માંગ’

સોનાક્ષીનો ઘટસ્ફોટ, કહ્યું-‘સલમાન ખાને ફિલ્મ પહેલા કરી માંગ’

0
275276

સોનાક્ષી સિન્હાના (Sonakshi Sinha) આગામી ફિલ્મ “ખાનદાની શફાખાના” (Khandaani Shafakhana) આ સપ્તાહે મોટા પરદે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં (Bollywood Film) મુખ્ય ભૂમિકા ભજવી રહેલ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર સમગ્ર ફિલ્મમા પ્રચારની જવાબદારી છે. જેને પગલે તાજેતરમાં તે જાણીતા ટીવી કાર્યક્રમ “ધી કપિલ શર્મા શૉ”માં (The Kapil Sharma Show) ગઈ હતી. અહીં તેણે પોતાની પ્રથમ ફિલ્મ “દબંગ”માં (Dabangg) ડેબ્યુ કરવા દરમિયાનની કથની સંભળાવી અને સલમાન ખાન (Salman Khan) વિશે મોટો ખુલાસો પણ કર્યો છે.

ખુબ જ જાડી હતી સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે, ફિલ્મોમાં આવવા અંગે કોઈ નિર્ણય નહતો લેવાઈ રહ્યો. મારા માતા-પિતા બન્ને ફિલ્મ જગતમાં પોતાની સફર સફળતા પૂર્ણ કરી ચૂક્યા છે. મારા પિતા હવે સંપૂર્ણ રાજનીતિક કારકિર્દી પર ફોક્સ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સોનાક્ષીનું વજન એટલું વધી ગયું હતું કે, મને અભિનેત્રી તરીકે ફિલ્મોમાં સ્વીકારવા કોઈ પણ ડિરેક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર કે એક્ટર પણ પસંદ નહતું પડતું.

સલમાન ખાને ફિલ્મોમાં લેવાનું જણાવ્યું, પરંતુ...
જ્યારે સોનક્ષી પોતાની ફિલ્મી કેરિયરને લઈને ચિંતિત હતી, ત્યારે બોલીવુડના ભાઈજાન સલમાન ખાને તેમનો સાથ આપ્યો. સલમાને મને બોલાવી અને જણાવ્યું કે, હું તમે મારી ફિલ્મો લઈ લઈશ, પરંતુ આ માટે પહેલા તારે તારૂ વજન ઉતારવું પડશે. સોનાક્ષીએ જણાવ્યું કે, તે ખુબ જ ખાતી હતી. ખાવા પર રોક લગાવવું મારા માટે આકરૂ રહ્યું.

ફિલ્મ ‘Black’ની બાળ કલાકાર હવે બની હોટ, જુઓ બોલ્ડ અંદાજ

સલમાન ખાન તરફથી એટલો વિશ્વાસ અને માંગ રાખવામાં આવ્યા બાદ સોનાક્ષીએ દિવસ-રાત મહેનત કરવાની શરૂઆત કરી. તેણે પોતાનું સમગ્ર ધ્યાન વજન પર કાબૂ મેળવવામાં લગાવી દીધું. કેટલાક મહિનાઓ બાદ હું ફરીથી સલમાન ખાનને મળી, ત્યારે તેમણે મને ફિલ્મનો હિસ્સો બનાવવાનું નક્કી કરી નાંખ્યું. જો કે બાદમાં સલમાને તેમની સામે વધુ એક નવી માંગ મૂકી દીધી.

સલમાને “દબંગ”માં કામ કરવા બદલ મૂકી માંગ
સલમાને સોનાક્ષી સિન્હાને દબંગમાં કામ આપવા બદલ ટ્રીટ કરીને માંગ કરી હતી. સોનાક્ષીએ જણાવ્યું કે, એક દિવસ એવો હતો, જ્યાકે તેમની પાસે પૈસા પણ નહતા. સલમાન ખાન દ્વારા ટ્રીપની માંગ કરવા પર મેં ખિસ્સા તપાસ્યા, તો કુલ ત્રણ હજાર રૂપિયા નીકળ્યા. જે બાદ મેં વિચાર્યું કે, 3 હજારમાં કેવી રીતે ટ્રીટ આપી શકીશ.

જે બાદ સોનક્ષીએ સલમાનને ટ્રીટને ટાળી દીધી, પરંતું ધીમે-ધીમે સમય પસાર થતો ગયો અને બન્ને કલાકારો પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા. હવે સોનાક્ષીએ જણાવ્યું કે, મને આજે પણ સલમાનને ટ્રીટ નહી આપવાનો અફસોસ છે.

ફરીથી સલમાન સાથે કામ કરવા જઈ રહી છે સોનાક્ષી દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મ પાઈપ લાઈનમાં છે. જાણવા મળી રહ્યું છે કે, આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં સોનાક્ષી પણ ફિલ્મમાં જોડાઈ જશે. આ દરમિયાન થઈ શકે છે, સોનાક્ષી તે સલમાનની ઉધારી ટ્રીટ પૂરી કરી દે.

સરહદો તોડીને પ્રેમ પહોંચ્યો પાકિસ્તાન, બે યુવતીની અનોખી ‘Lovestroy‘ ઈન્ટરનેટ પર છવાઈ