Gujarat Exclusive > યુથ > મનોરંજન > સલમાન ખાનની કો-સ્ટારે ગુજરાતના મૌલવી સાથે કર્યા નિકાહ, જુઓ VIDEO

સલમાન ખાનની કો-સ્ટારે ગુજરાતના મૌલવી સાથે કર્યા નિકાહ, જુઓ VIDEO

0
227
  • બૉલિવૂડ અભિનેત્રી સના ખાને ઈસ્લામ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી
  • સુરતના મૌલવી અનસને કહ્યું- ‘નિકાહ કબૂલ હૈ’

નવી દિલ્હી: સલમાન ખાનની કો-સ્ટાર (Salman Khan Co-Star) અને બિગ બૉસની રનર-અપ રહી ચૂકેલી સના ખાને (Sana Khan)  તાજેતરમાં એક મોટો નિર્ણય લીધો હતો. સનાના નિર્ણયના કારણે તેના ફેન્સને પણ મોટો આંચકો લાગ્યો હતો. સના ખાને તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Bollywood Industries) છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો હતો.

સના ખાનના (Sana Khan) આ નિર્ણય પર લોકોની ખૂબ પ્રતિક્રિયા આવી હતી, ત્યારે સનાએ ફરીથી એક વખત સૌ કોઈને ચોંકાવી દીધા છે. હકીકતમાં સના ખાને ગુજરાતના મૌલવી મુફ્તી અનસ સાથે નિકાહ કર્યાં છે.

સના ખાનના (Sana Khan) લગ્નના ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. જેમાં સના ખાન અને મુફ્તી અનસ વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. સના ખાન વીડિયોમાં (Sana Khan Video) કેક કાપતી પણ જોવા મળી રહી છે. સના ખાન અને મુફ્તિ અનસને નિકાહ પર લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

View this post on Instagram

 

A post shared by Tariq Shaikh (@_tariq_shaikh_)

સનાની ફિલ્મી કેરિયર (Sana Khan Bollywood Career)  પર નજર નાંખીએ તો, “હલ્લા બોલ”, “જય હો” અને “વજહ તુમ હો” જેવી હિન્દી ફિલ્મોમાં તેણીએ કામ કર્યું છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી સિંહ પતિ કરતાં 7 વર્ષ છે મોટી, કંઈક આવી છે ‘કૉમેડી ક્વિન’ની કહાની

જણાવી દઈએ કે, સના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Bollywood Industries) છોડવાની જાણકારી એક પોસ્ટ લખીને આપી હતી. જેમાં તેણે (Sana Khan) લખ્યું હતું કે, આ જિંદગી અસલમાં મોત બાદની જિંદગીને બહેતર બનાવવા માટે છે. અને એ ત્યારે જ શક્ય બનશે જ્યારે સંપત્તિ અને ઈજ્જતને પોતાનું ધ્યેય ના માનીને પોતાને પેદા કરનારાના હુકમ પ્રમાણે જિંદગી વિતાવે અને માનવતાની સેવા કરે. આથી હું એલાન કરુ છું કે, આજથી હું મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જિંદગીને છોડીને માનવતાની સેવા કરવાના માર્ગે જઉ છું.