Gujarat Exclusive > યુથ > મનોરંજન > ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મજૂરો માટે આગળ આવ્યો સલમાન ખાન, 25000 ડેલી વેજીસ પર કામ કરતા લોકોની કરશે મદદ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મજૂરો માટે આગળ આવ્યો સલમાન ખાન, 25000 ડેલી વેજીસ પર કામ કરતા લોકોની કરશે મદદ

0
1008

કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન થઈ ગયું છે. લોકડાઉનના કારણે મજૂર વર્ગને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે. બોલિવડમાં પણ આ લોકડાઉનની અસર થઈ છે. લોકડાઉનના કારણે ફિલ્મોની શૂટિંગ અટકી ગઈ છે જેની અસર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ડેઇલી વેજ વર્કર્સ પર પડી છે. આ વર્કર્સ માટે બોલિવુડના ભાઈજાન સલમાન ખાન આગળ આવ્યા છે.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોયસ (FWICE)ના જણાવ્યા મુજબ, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આ વર્કર્સની સહાય કરશે. FWICEના પ્રેસિડેન્ટ બી એન તિવારીએ કહ્યું કે, સલમાનના એનજીઓએ ત્રણ દિવસ પહેલાં જ ફોન કરી દીધો હતો. અમારી પાસે 5 લાખ જેટલા વર્કર્સ છે જેમાંથી 25,000ને આર્થિક મદદની જરૂર છે. બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આ વર્કર્સની તેમની રીતે કાળજી લેશે. તેમણે આ વર્કર્સની અકાઉન્ટ ડિટેલ્સ માગી છે અને તેઓ ઈચ્છે છે કે પૈસા સીધા તેમના અકાઉન્ટમાં જ જાય.

આ મહામારીના કારણે ફિલ્મ, ટેલિવિઝન અને વેબ પ્રોડક્શનને રોકી દેવામાં આવ્યો છે જેના કારણે આ મજૂરોના રોજગાર પર સંકટ આવી ગયુ છે. પ્રોડ્યૂસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાએ 18 માર્ચે જાહેરાત કરી હતી કે, તેમના માટે રિલીફ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે જ્યારે સુધીર મિશ્રા, વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કશ્યપ દ્વારા ચિંતા જાહેર કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અક્ષય કુમારના રસ્તે ચાલ્યો ટી-સીરીઝનો માલિક, દાન કરી આટલી મોટી રકમ