Gujarat Exclusive > યુથ > મનોરંજન > સલમાન ખાન જ નહીં, બોલિવૂડના આ 8 સ્ટાર્સે પણ હજુ સુધી નથી કર્યા લગ્ન

સલમાન ખાન જ નહીં, બોલિવૂડના આ 8 સ્ટાર્સે પણ હજુ સુધી નથી કર્યા લગ્ન

0
5717

ફિલ્મોમાં આપણા ફેવરિટ કલાકારોને આપણે એક્શનથી લઈને રોમાન્સ સુધી દરેક રોલમાં જોતા આવ્યા છીએ. પડદા પર આપણા આ સ્ટાર પોતાના અભિનયને એટલો શાનદાર રીતે ભજવે છે કે આપણે વિચારવા મજબુર થઈ જઇએ છીએ.પ્રેમી-પ્રેમિકાના રોલમાં હોય કે પછી પતિ-પત્નીના રોલમાં દરેક રોલ દ્વારા સ્ટાર દર્શકોના દિલ જીતી લે છે. પરંતુ શું તમે જાણો છો કે, પડદા પર સારા પતિ તથા પત્નીના રોલ કરતા આ સ્ટાર શું અસલ જિંદગીમાં કોઈના પતિ અને પત્ની છે કે નહી. તો આજે આપણે જાણીશુ કે, કેટલા બોલિવૂડ કલાકારોની ઉંમર 50થી વધુ છે અને તે હજુ પણ કુવારા છે.

સલમાન ખાન: બોલિવુડ ‘દબંગ’ ખાન ને ભારતીય સિનેમાના દરેક દર્શકો જાણતા હશે. સલમાન ખાન 53 વર્ષનો છે. પરંતુ હજુ પણ તે કુવારો છે. જોકે, તેનું અફેર ઘણી હીરોઈનની સાથે રહ્યું છે પરંતુ કોઇની સાથે લગ્ન કર્યા નથી. સલમાન ખાન લગ્ન ક્યારે કરશે તેની હજુ સુધી કોઈને પણ ખબર નથી.

તબ્બૂ: ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલોને જીતનારી એક્ટ્રેસ તબ્બૂએ પણ લગ્ન કર્યા નથી. તબ્બૂ 90ના દશકની શાનદાર હીરોઈનમાંથી એક હતી. તબ્બૂની ઉંમર 48 વર્ષની થઈ ચુકી છે. તબ્બૂ હજુ પણ કુવારી છે.

અક્ષય ખન્ના: એક્ટર અક્ષય ખન્ના પણ અનમેરિડ સ્ટારની લીસ્ટમાં આવે છે. અક્ષય ખન્નાની ઉંમર 44 વર્ષની થઈ ચુકી છે. પરંતુ તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી.

અમીષા પટેલ: રિતિક રોશનની સાથે ફિલ્મ ‘કહો ના પ્યાર હે’થી બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કરનારી એક્ટ્રેસ અમીષા પટેલની ઉંમર 43 વર્ષની છે. ફિલ્મોમાં સફળતા મળવા છત્તા પણ અમિષાએ લગ્ન કર્યા નથી. જાણતા હોય તો મોટાભાગની હીરોઈનો બોલિવુડમાં સફળતા ન મળતા કોઇ પણ ઉદ્યોગપતિ સાથે લગ્ન કરી લે છે અને પોતાની અલગ જિંદગી વિતાવે છે.

ઉદય ચોપડા: ફિલ્મ ‘ધૂમ’ સીરિઝમાં નજર આવી ચુકેલા એક્ટર ઉદય ચોપડાની ઉંમર 46 વર્ષ છે. પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. ઉદય બોલિવુડનો એવા હીરો છે કે, તેમને ફિલ્મી પડદામાં સફળતા મળી નથી.

એકતા કપૂર: ટીવી સીરિયલથી લઈને ફિલ્મોની નિર્દેશક-નિર્માતા એકતા કપૂરે પણ લગ્ન કર્યા નથી. એકતાની ઉંમર 44 વર્ષની થઈ ચુકી છે. સિનેમા જગતમાં સારુ એવુ નામ હોવા છતા એકતા કપૂર હજુ પણ એનમેરિડ છે.

સંજય લીલા ભંસાલી: ‘બાજીરાવ મસ્તાની’, ‘ગોલિયો કી રાસલીલી-રામલીલા’, ‘પદ્માવત’ જેવી શાનદાર ફિલ્મોના નિર્દેશકથી ચર્ચામાં રહેલા નિર્દેશક સંજય લીલા ભંસાલીએ પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. ભંસાલીની ઉમર લગભગ 56 વર્ષની છે. પરંતુ તેમણે પણ હજુ સુધી લગ્ન કર્યા નથી.

દિવ્યા દત્તા: ‘વીર-ઝારા’, ‘ઈરાદા’ અને ‘બદલાપૂર’ જેવી ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ કલાકાર તરીકે દર્શકોના દિલોને જીતનારી એક્ટ્રેસ દિવ્યા દત્તાએ પણ લગ્ન કર્યા નથી. દિવ્યા દત્તાની ઉંમર 42 વર્ષની છે.

મંદીના માહોલમાં પણ આ 4 કારોની માંગ યથાવત, ઓટો સેક્ટરમાં તોડ્યો રેકોર્ડ