Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રૂપાણી સરકારમાં દારૂ-ડ્રગ્સનું વેચાણ વધ્યુ, ખુલ્લેઆમ પ્રતિબંધિત વસ્તુઓનું થઇ રહ્યું છે વેચાણ

રૂપાણી સરકારમાં દારૂ-ડ્રગ્સનું વેચાણ વધ્યુ, ખુલ્લેઆમ પ્રતિબંધિત વસ્તુઓનું થઇ રહ્યું છે વેચાણ

0
449

શાહબાઝ શેખ,અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ-ડ્રગ્સ સહિતની ગેરકાયદેસર વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે. રૂપાણી સરકારમાં દારૂ-ડ્રગ્સ સૌથી વધુ પકડાયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. તાજેતરમાં જ 2 દિવસમાં લાખો રૂપિયાના ગાંજાના જથ્થાને SOG ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે શાહઆલમમાંથી 18 કિલો ગાંજાના જથ્થા સાથે પિતા-પુત્રની ધરપકડ કરી છે. SOG ક્રાઇમ બ્રાંચે 1.82 લાખના ગાંજા સાથે ધરપકડ કરી NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ બન્યુ ક્રાઇમનું હબ

અમદાવાદ શહેરમાં સરળતાથી ગાંજા-દારૂ સહિતના નશા સરળતાથી મળી રહે છે. આ નશાનો ભોગ સૌથી વધારે યુવાધન બની રહ્યું છે. સૌથી વધારે પ્રકાશમાં ચાલતો દારુનો મુદ્દો જે હજી તો શાંત થયો નથી ત્યારે હવે શહેરમાં દરરોજ ગાંજાનો જથ્થો ઝડપાવા લાગ્યો છે. આ નશાનો જથ્થો કયાંથી આવે છે અને કોની રહેમ નજર હેઠળ લાવવામાં આવે છે.

સુરત-પાટણમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં પાટણ,કચ્છ અને સુરતમાંથી પણ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પાટણમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યુ હતું.

ગુજરાતમાં નશાનો વેપાર વધ્યો

ગુજરાતમાં 2015માં 1,867 કિલો ગાંજો ઝડપાયો હતો જ્યારે હાશીશ 14 કિલો જ્યારે ઓપીઅમ 3 ઝડપાયો હતો. નાર્કોટિક્સના આંકડા અનુસાર 2016માં 6,674 કિલો ગાંજા ઝડપાયો હતો જ્યારે 2017માં 2,347 કિલો ગાંજો ઝડપાયો હતો. ગુજરાતમાં 2015 અને 2016માં ગુજરાતમાં ડ્રગ્સના ઓવરડોઝથી 12 લોકોના મોત થયા હતા. પંજાબ (18) અને મહારાષ્ટ્ર (14) પછી ગુજરાત આ મામલે ત્રીજા નંબર પર હતું.

ગુજરાતમાં શું નામની જ છે દારૂબંધી?

રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં રોજના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશી દારૂ 15,40,452 લિટર, વિદેશી દારૂની 129,50,463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઇ છે. જેની કિંમત 254,80,82,966 રૂપિયા થાય છે. હવે જોવાનું એ છે કે શું સરકાર  કાર્યવાહી કરે છે કે નહિં? કે પછી આ યુવા પેઢીઓ આ રીતે જ બરબાદ થતી રહેશે.

અમદાવાદમાં MD ડ્રગ્સે વધુ એક માતાની કોખ ઉજાડી, પોલીસ કૂંભકર્ણના રોલમાં