Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > OnePlus 7 Proનું વેચાણ આજથી શરૂ, ફક્ત આ લોકો જ ખરીદી શકશે

OnePlus 7 Proનું વેચાણ આજથી શરૂ, ફક્ત આ લોકો જ ખરીદી શકશે

0
385

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસે તાજેતરમાં જ પોતાનો ફ્લેગશિપ વનપ્લસ 7 પ્રો અને વનપ્લસ 7ને ભારતમાં લોન્ચ કર્યા છે. જેમાંથી વનપ્લસ 7 પ્રોને આજે પહેલી વાર એમેઝોન પર બપોરે 12 કલાક પછી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે એમેઝોન પ્રાઈમ મેંબર્સ જ તેને ખરીદી શકશે. વનપ્લસ 7 પ્રોની ખાસિયતોની વાત કરીએ, તો તેમાં બેક પેનલ પર 3 રિયર કેમેરા અને સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો, વનપ્વસ 7 પ્રોમાં એન્ડ્રોઈડ પાઈ 9.0 આધારિત OxygeOS મળશે. આ ફોનમાં ક્વોડ એચડી રિજોલ્યૂશન(1440×3120 પિક્સલ) મળશે. તો 2 વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ અને 3 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ મળશે. વનપ્લસ 7 પ્રોમાં 6.67 ઈંચની ફ્લૂઈડ એમોલેડ ડિસ્પ્લે મળશે, જેમાં આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન મળશે. પ્રોસેસરની વાત કરીએ તો વનપ્લસ 7 પ્રોમાં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 855 પ્રોસેસર મળશે, જેમાં ગ્રાફિક્સ માટે એડ્રેનો 640 જીપીયૂ અને 12GB સુધી રેમ મળશે. આ ફોનમાં 256 GB સુધી સ્ટોરેજ મળશે.

કેમેરાની વાત કરીએ તો, OnePlus 7 Proમાં રિયર પેનલ પર 3 કેમેરા છે. જેમાં એક 48 મેગાપિક્સલનો સોની IMX586 સેન્સર વાળો પ્રાઈમરી કેમરો છે. તેનું અપર્ચર f/1.6 છે. તો કેમેરાની સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈજેશન અને ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબલાઈજેશન બન્ને મળશે. આ ફોનના બીજા કેમેરામાં 16 મેગાપિક્સલનો f/2.4 અપર્ચર વાળુ અલ્ટ્રા વાઈડ એંગલ અને ત્રીજા કેમેરામાં 8 મેગાપિક્સલનું પોપઅપ સેલ્ફી કેમેરો છે. જેમાં સોની IMX471 સેન્સર છે. કંપનીએ કહ્યું કે, 5 વર્ષ સુધી કેમેરામાં કોઈ ખરાબી આવશે નહી.

આ ફોનમાં 4000MAHની બેટરી આપી છે. જે ફાસ્ટ ચાર્જીગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G VoLTE,વાઈ-ફાઈ, બ્લૂટૂથ v5.0,NFC,GPS/A-GPS,યૂએસબી ટાઈપ-સી પોર્ટ પણ મળશે. આ ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સાથે આ ફોનમાં ડોલ્બી એટમ ઓડિયો મળશે. ફોનનો વજન 206 ગ્રામ છે અને આમાં કૂલિંગ માટે એક ટ્યૂબ આપવામાં આવી છે.

કિંમતની વાત કરીએ તો, OnePlus 7 Pro ની શરૂઆતની કિંમત 48,999 રૂપિયા છે. એટલે કે આ કિંમતમાં 6GB રેમની સાથે 128 GB સ્ટોરેજ વાળુ વેરિયંટ મળશે. તો આ ફોનમાં 8GB રેમ અને 256 GB સ્ટોરેજ મોડલની કીમત 52,999 રૂપિયા છે અને 12 GB રેમની સાથે 256 GB સ્ટોરેજ વેરિયંટ(નેબૂલા બ્લૂ)ની કિંમત 57,999 રૂપિયા છે. લોન્ચિગ ઓફર્સની વાત કરીએ તો, જિઓ તરફથી 9,300 રૂપિયાનો ફાયદો અને 70 ટકા બાયબેક ગેરેન્ટી મળશે. જો તમે SBIના કાર્ડથી પેમેટ કરો તો તમને 2,000 રૂપિયાનું કેશબેક પણ મળશે.