Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > થાઇલેન્ડ બેડમિન્ટન ઓપનઃ કોરોના વિવાદની વચ્ચે સાઇના બીજા રાઉન્ડમાં પહોંચી

થાઇલેન્ડ બેડમિન્ટન ઓપનઃ કોરોના વિવાદની વચ્ચે સાઇના બીજા રાઉન્ડમાં પહોંચી

0
25
  • 12મીએ સાઇના કોરોના પોઝિટિવ આવતા કોરોન્ટાઇન થયાના રિપોર્ટ હતા
  • થાઇલેન્ડ ઓપનમહિલા સિગલ્સમાં સાઇના એક માત્ર ભારતની આશા

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શટલર (બેડમિન્ટન ખેલાડી) સાઇના નહેવાલ નેહવાલ યોનેક્સ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન (Saina Thailand Open)ના બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. મહિલા સિંગલ્સમાં તે એક માત્ર ભારતીય આશા બની છે. કારણ કે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં જ હારી સ્પર્ધાની બહા ફેંકાઇ ગઇ છે.

કોરોના પોઝિટિવ થયાના અહેવાલ વચ્ચે વિશ્વની પૂર્વ નંબર વન અને લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇન નેહવાલે મલેશિયાની કિસોનાને હરાવી દીધી. સાઇનાએ કિસોના સેલવાદુરે સામે 36 મિનિટ ચાલેલી મેચમાં જીત મેળવી હતી. સાઇના(Saina Thailand Open)એ પ્રથમ રાઉન્ડ સહેલાઇથી 21-15, 21-15થી જીતુ લીધું.

આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયા બ્રિસબેનમાં ‘કેદ’, ગાંગુલી-જય શાહે હસ્તક્ષેપ કર્યો

બ્રેક સમયે સાઇના 11-5થી આગળ Saina Thailand Open news

સાઇના(Saina Thailand Open)એ પ્રથમ ગેમમાં બ્રેકના સમયે 11-5ની લીડ મેળવી લીધી હતી. અંતે 21-15થી ગેમ જીતી લીધી. ત્યાર બાદ કિસોનાને કોઇ તક આપી નહીં અને બીજી ગેમમાં પણ સહેલાઇથી જીતી મેચ પર પોતાનો કબજો જમાવ્યો હતો.

પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ પ્રથમ રાઉન્ડમાં જ બહાર

હવે સાઇના પર ભારતની નજર ટકી છે. કારણ કે સિંધુ પહેલા જ રાઉન્ડમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે હારી ગઇ.

પુરુષ સિંગલ્સમાં કિદામ્બી પણ બીજા રાઉન્ડમાં

જ્યારે પુરુષ સિંગ્લ્સમાં ભારતીય ખેલાડી અને પૂર્વ વિશ્વ નંબર વન કિદામ્બી શ્રીકાંત પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. તેણે પ્રથમ રાઉન્ડમાં પોતાના જ દેશના સૌરભ વર્માને 21-12,21-11થી હરાવી દીધો. જ્યારે મેન્સ ડબલ્સમાં પણ ભારતના સાત્વિકરાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ કશ્યપની જોડી બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે.

આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ જીતવાના જુસ્સા સાથે પ્રેક્ટિસ કરવા ગાબા મેદાનમાં ઉતરી

કશ્યપ પ્રથમ રાઉન્ડમાં જ ખસી ગયો

અગાઉ ભારતનો પારુપલ્લી કશ્યપ થાઇલેન્ડ ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં અધવચ્ચેથી જ ખસી ગયો. કશ્યપે કેનેડાના જોસન એન્થોની સામે જોરદાર ટક્કર ઝીલી હતી.

પરંતુ માંશપેશીઓ ખેંચાઇ જતા તેણે રમતમાંથી હટવું પડ્યું હતું. આ સમયે ત્રીજી ગેમમાં તે 8-14થી પાછળ હતો. મેચમાં કશ્યપ પ્રથમ ગેમ 9-21થી હારી ગયો હતો. પરંતુ બીજી ગેમ 21-13થી જીતી તેણે વાપસી કરી હતી.

સાઇનાને કોરોના થયું કે નહીં?

અગાઉ 12 જાન્યુઆરી સાઇના નેહવાલ (Saina Thailand Open)કોરોના પોઝિટિવ હોવાના એહેવાલ હતા. કહેવાયું હતું કે તેને હોસ્પિટલમાં જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી છે. પરંતુ પછી શું થયું અહેવાલ સાચા હતા કે ખોટા તે હજુ જાણવા મળ્યું નથી.

કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ 10 મહિનાઓ સુધી આંતરાષ્ટ્રીય કેલેન્ડર પ્રભાવિત થયા પછી ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ મંગળવારથી શરૂ થનાર થાઈલેન્ડ ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટથી પ્રતિસ્પર્ધી મુકાબલામાં વાપસી કરવાની હતી. સિંધુ ઓક્ટોબરથી ઈંગ્લેન્ડમાં ટ્રેનિંગ કરી રહી હતી.

આ પણ વાંચોઃ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પોઝિટિવ, થાઈલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશીપ

આનાથી પહેલા બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ (Saina Thailand Open)બેંકોકમાં થનાર આ ટૂર્નામેન્ટથી પહેલા લગાવવામાં આવેલા પ્રતિબંધો પર ખુશ નહતી.

સાઈનાએ કોવિડ-19 પ્રોટોકલ હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધો પર નારાજગી વ્યક્ત કરતાં ટ્વિટ કર્યા હતા. 30 વર્ષની સાઈના નેહવાલ હવે ઉપરોક્ત બધી જ ટૂર્નામેન્ટમાં કદાચ હિસ્સો લઈ શકશે નહીં.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9