નવી દિલ્હી: ઓસામા બિન લાદેન પછી અલ જવાહિરી અને હવે અલ કાયદાને નવો પ્રમુખ મળી ગયો છે. જવાહિરીના મોત બાદ ઇજિપ્તના સૈફ-અલ-અદલને આતંકવાદી સંગઠનની કમાન સોપવામાં આવી છે. અમેરિકન વિદેશ મંત્રાલયે તેની જાણકારી આપી છે. ગત વર્ષે અમેરિકા તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં જવાહિરીને ઠાર મારવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ, “અમારૂ આંકલન સંયુક્ત રાષ્ટ્ર સાથે મેળ ખાય છે કે અલ કાયદાનો નવો નેતા સૈફ અલ અદલ ઇરાનમાં છે. આ પહેલા યૂએન તરફથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અદલ હવે સંગઠનનો નવો નેતા છે. આ પહેલા લાદેનનું વર્ષ 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં મોત થયુ હતુ. અમેરિકાએ સ્ટ્રાઇક કરીને લાદેનને તેના પરિવાર સાથે ઠાર માર્યો હતો.
કોણ છે અલ દાયકાનો નવો પ્રમુખ સૈફ અલ-અદલ?
62 વર્ષના સૈફ ઇજિપ્તના વિશેષ દળમાં લેફ્ટનન્ટ કર્નલ રહી ચુક્યો છે. અદલે આતંકવાદી સંગઠનની તાકાતના વિસ્તારમાં મદદ કરી છે. સાથે જ કહેવામાં આવે છે કે 11 સપ્ટેમ્બર 2001માં થયેલા હુમલામાં તેને કેટલાક હાઇજેકર્સને ટ્રેનિંગ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદલ 2002 અથવા 2003થી ઇરાનમાં છે. કહેવામાં આવે છે કે તે કેટલીક વખત પાકિસ્તાન પણ જઇ ચુક્યો છે. જોકે, અત્યાર સુધી સંગઠને ઓફિશિયલ રીતે અદલને પ્રમુખ જાહેર કર્યો નથી.
10 મિલિયન ડૉલરનું ઇનામ
અદલ ઉપર 10 મિલિયન અમેરિકન ડૉલરનું ઇનામ છે. જાણકાર કહે છે કે જવાહિરીના મોત બાદ આતંકવાદી સંગઠન પર નવો નેતા પસંદ કરવાનું દબાણ હતુ. એક્સપર્ટ કહે છે કે જૂના હાઇ પ્રોફાઇલ નેતાઓથી વિપરીત અદલ પરદાની પાછળ રહીને કામ કરવા માટે જાણીતો છે.
Advertisement