Gujarat Exclusive > યુથ > મનોરંજન > સાઉથના એક્ટર સાઇ ધરમ તેજનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

સાઉથના એક્ટર સાઇ ધરમ તેજનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

0
100

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર સાઇ ધરમ તેજ રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. ઘટના બાદ તેમણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાદમાં એક્ટરને એપોલો જુબિલી હિલ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યા તેમની હાલત સારી છે. આ દૂર્ઘટના સાઇબરાબાદના આઇકોનિક કેબલ બ્રિજ પર થઇ હતી.

રિપોર્ટ્સ અનુસાર, જુબિલી હિલ્સ અને IKEA સ્ટ્રેચ વચ્ચે સાઇ પોતાની બાઇક પર સંતુલન ગુમાવી બેઠા હતા જેને કારણે આ દૂર્ઘટના થઇ હતી. દૂર્ઘટના બાદ સાઇ રસ્તા પર જ પડી ગયા હતા. જ્યારે રસ્તા પરથી પસાર થતા લોકોએ જોયુ તો તેમણે પોલીસની મદદથી એક્ટરને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. બાઇકથી પડ્યા બાદ સાઇને ઇજા થઇ છે.

બ્રિજ પર રહેલા સીસીટીવી કેમેરામાં સાઇના અકસ્માતનો વીડિયો કેપ્ચર થયો છે. જેમાં એક્ટરને સ્કિટ ખાઇને રસ્તા વચ્ચો વચ્ચ પડતા જોઇ શકાય છે.

દૂર્ઘટનાની જાણ થતા જ સાઇના મામા એક્ટર પવન કલ્યાણ અને અન્ય સેલિબ્રિટી હોસ્પિટલ પહોચ્યા હતા. સાઇબરાબાદ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. સાઇ ધરમ તેજ, સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના ભાણીયા છે. સાઇ, અલ્લુ અર્જૂન, રામ ચરણ, અલ્લુ શિરીષ અને વરૂણ તેજ કજિન છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat