Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ રોડ અકસ્માતમાં થયો ઈજાગ્રસ્ત

‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ રોડ અકસ્માતમાં થયો ઈજાગ્રસ્ત

0
2

 ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ દિરદો 28 ડિસેમ્બર, મંગળવારે સાંજે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. તેને સ્કૂટીમાં ટ્રિપલ સવારી કરવી મોંઘી પડી છે. અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સહદેવને સારી સારવાર માટે જગદલપુર રિફર કરવામાં આવ્યો હતો.

ઘાયલ સહદેવને જોવા માટે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા બાદ એસપી સુનિલ શર્મા અને કલેક્ટર વિનીત નંદનવારે સારી સારવાર માટે સૂચના આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે સહદેવ સ્કૂટી ચલાવી રહ્યો હતો.

મંગળવારે મોડી સાંજે ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ દિરદો મિત્રો સાથે ટુ-વ્હીલર પર શબરીનગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક રોડ પર ભીનું  અને રેતીના કારણે વાહન બેકાબુ થઈને પલટી ગયું હતું. જેના કારણે સહદેવને માથામાં ગંભીર ઈજા થતાં હાજર લોકોની મદદથી સહદેવને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે હાલમાં જ સહદેવ દિરદોએ બોલિવૂડ સિંગર બાદશાહ સાથે ‘બચપન કા પ્યાર’ ગાવાને કારણે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તે સોશિયલ મીડિયા પર રાતોરાત હિટ બની ગયો.

હાલમાં સહદેવ દિરદોને સારી સારવાર માટે જગદલપુર રીફર કરવામાં આવ્યો છે, ડોક્ટરના જણાવ્યા અનુસાર, સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે અને સુકમામાં ન્યુરોલોજિસ્ટના અભાવને કારણે તેને જગદલપુરની ડીમરાપાલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યો છે. સાથે જ અન્ય બે યુવકોને પણ ઈજા થઈ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat