Gujarat Exclusive > દેશ-વિદેશ > સહારા ગ્રુપ ₹ 62,600 કરોડ ચુકવે નહીં તો સુબ્રત રોયના પેરોલ રદ કરવામાં આવે- SEBIની SCમાં અરજી

સહારા ગ્રુપ ₹ 62,600 કરોડ ચુકવે નહીં તો સુબ્રત રોયના પેરોલ રદ કરવામાં આવે- SEBIની SCમાં અરજી

0
97

સુબ્રત રોયની 2014માં ધરપકડ કરાઇ હતી  Sahara Group

નવી દિલ્હી: રોકાણકારોના રૂપિયા પરત કરવાના કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ સહારા ગ્રુપ (Sahara Group)ના પ્રમુખ સુબ્રત રોય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં સહારા ગ્રુપના અધ્યક્ષ સુબ્રત રોય અને તેની બે કંપનીઓને 626 અબજ રૂપિયા (62,600 કરોડ રૂપિયા) જમા કરાવવાના આદેશ આપવાનું કહેવામાં આવ્યું છે. આ રૂપિયા રોકાણકારોના બાકી છે. Sahara Group

નિયમનકારી સંસ્થા સેબીએ જણાવ્યું કે જો સહારા ગ્રુપ આ રકમ નહીં ચુકવે તો તેમની પેરોલ રદ કરી દેવી જોઇએ. સહારા તેના રોકાણકારો પાસેથી લીધેલી રકમના 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે જમા કરાવવાના કોર્ટના વર્ષ 2012 અને 2015ના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. Sahara Group

આ પણ વાંચો: દેશમાં ‘ચાઇલ્ડ પોર્નોગ્રાફી’ સંબંધિત આ તથ્ય તમને પરેશાન કરી દેશે 

સહારા પ્રમુખ સુબ્રત રોયની માર્ચ 2014માં અદાલતની અવમાનના સંબંધિત સુનાવણીમાં સામેલ ના થવાના કેસમાં ધરપકડ કરાઇ હતી અને તેઓ 2016ના વર્ષથી જામીન પર બહાર છે. સેબીએ જણાવ્યું કે સહારા દ્વારા આદેશોનું આઠ વર્ષથી વધુ સમય સુધી પાલન ના કરવાથી નિયામકને ઘણી અસુવિધાનો સામનો કરવો પડ્યો અને જો તે રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા, તો અવમાનના દોષિત થવાના કારણે તેમને કસ્ટડીમાં લેવો જોઇએ. Sahara Group

સેબીએ જણાવ્યું કે સહારાએ આદેશ અને નિર્દેશોનું પાલન કરવા માટે પ્રયાસ નથી કર્યું. બીજી તરફ દિવસેને દિવસે જવાબદારી વધી રહી છે અને તેઓ કસ્ટડીથી બહાર આનંદની જિંદગી વ્યથિત કરી રહ્યા છે.